VIDEO: રાજસ્થાનથી સાઉદી અરબનાં બે નાગરિકોની ધરપકડ

પોખરણઃ 26મી જાન્યુઆરીનાં પ્રજાસત્તાક દિવસ પહેલા ગુરૂવારે મોડી રાત્રે રાજસ્થાનનાં પોખરણમાંથી બે સાઉદી અરબનાં નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ, મિલેટ્રી ઇંટેલિજન્સ અને પોલીસનાં સંયુક્ત અભિયાનથી આ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

તેઓની પાસેથી સેટેલાઇટ થુરિયા ફોન જપ્ત કરવામાં આવ્યાં છે. આ શંકાસ્પદ લોકોની ઓળખ સાઉદી અરબનાં અલ સભાન તલાલ મોહમ્મદ અને અલ સમરા મૌજીદ અબ્દુલ તરીકે કરવામાં આવી છે. આ બંનેની સાથે એક અન્ય શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

તે અન્ય વ્યક્તિ હૈદરાબાદનો નિવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામની સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લોકો પાસેથી સેટેલાઇટ થુરિયા ફોન અને 10 સામાન્ય ફોન પણ મળી આવ્યાં છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like