રાજા પહાડીનું શિવ મંદિર એટલે દરેક માનતા પૂર્ણ કરનાર, એક વખત અચૂક લેજો મુલાકાત

ગઢવાલનાં પહાડોમાં આવેલ શિવ મંદિર આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. અહીં લોકો દૂર-દૂરથી પોતાની માનતાઓ માનવા આવતા હોય છે કે જે મોટે ભાગે પૂર્ણ થતી હોય છે. શ્રીવંશીધર નગરમાં રાજા પહાડી શિવ મંદિરને આકર્ષક ઢંગની રીતે સજાવવામાં આવેલ છે.

એટલે સુધી કે અહીં શાનદાર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. અહીંનો શ્રાવણી મેળો જોવો એ ખૂબ જ ઉત્તમ હોય છે. મોટી સંખ્યામાં સીમાવર્તી રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે.

અનુમંડળ મુખ્યાલયમાં એનએચ-75થી ઉત્તર દિશામાં લગભગ એક કિલોમીટરનાં અંતરે આવેલ છે આ રાજા પહાડી શિવ મંદિર. આ મંદિર શ્રદ્ધાળુઓને માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે.

તમને જણાવી દઇએ કે પ્રત્યેક વર્ષ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ સીમાવર્તી ઉત્તર પ્રદેશથી ઝારખંડથી બાબા ભોલેનાથની પૂજા-અર્ચના કરે છે. શ્રદ્ધાળુઓનું એવું માનવું છે કે અહીં પૂજા કરવાથી તે સર્વેની માનતાઓ પૂર્ણ થાય છે.

અહીં સંપૂર્ણ શ્રાવણ મહિના દરમ્યાન અનેક શ્રદ્ધાળુઓ આવન-જાવન કરતા હોય છે. રાજા પહાડી પર આવેલ આ શિવ મંદિર એ પ્રાકૃતિક ઘટાઓથી ઘેરાયેલ છે. રાજા પહાડીનાં ટોચ પર બનેલ ભગવાન શિવનાં મંદિરની આ જગ્યા ઘણી રમણીય અને મનોરમ છે તેમજ અહીંની પ્રાકૃતિક સુંદરતા પણ ઘણી અદ્દભુત છે.

અહીં મંદિર નિર્માણ સમિતિ દ્વારા પ્રત્યેક વર્ષે શ્રાવણ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મંદિર નિર્માણ સમિતિ દ્વારા અહીં ભગવાન શિવનો મહારૂદ્રાભિષેક પણ કરવામાં આવે છે કે જે ખૂબ જ આહલાદ્દક હોય છે. એટલે કે વિશેષ જોવાલાયક હોય છે. મંદિર નિર્માણ સમિતિ દ્વારા 1998માં વનાંચલનાં જગતગુરૂ શંકરાચાર્ય દ્વારા આ મંદિરનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

You might also like