IG મહિલા કોન્સ્ટેબલને ફોન કરી અડધી રાત્રે કરતો બિભત્સ માંગણી

રાયપુર : છત્તીસગઢમાં મુગંલી પોલીસ લાઇનમાં રહેતી એક મહિલા કોન્સ્ટેબલે બિલાસપુર રેન્જનાં આઇજી પર ગંભીર પ્રકારનાં આક્ષેપો લગાડ્યા છે. જે અંગેની ફરિયાદ દાખલ કરતા પવન દેવની વિરુદ્ધ કડક પગલાની માંગણી કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે આઇજીએ અડધી રાત બાદ સતત તેને ફોન કરતો હતો અને પોતાનાં ઘરે બોલાવતો હતો. જો ઘરે જવાની ના પાડે તો તે ફોન પર અશ્લીલ વાતો કરતો હતો. તે રેન્જ ઓફીસરમાં લગાવવાની લાલચ આપીને શોષણ કરવાનો પ્રયાસ કરતો હતો.

આ મહિલાએ ફરિયાદ સાથે વાતચીતનાં ત્રણ ઓડિયા ક્લિપ પણ પોલીસને સોંપ્યા છે. આ ઓડિયો તે સમયની છે જ્યારે મહિલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની 17 જુલાઇની બિલાસપુર યાત્રા સમયે બંદોબસ્તમાં ગોઠવાઇ હતી. આ ઓડિયોમાં આઇજી નશાની હાલતમાં મહિલા આરક્ષક પર બંગ્લે આવવા માટે દબાણ કરી રહ્યો હતો. બિલાસપુર પોલીસ પાસેથી ન્યાયની અપેક્ષા નહી રહેતા તેણે શુક્રવારે રાયપુરમાં ફરિયાદ દાખલ કરાવી હતી. મહિલાએ જણાવ્યું કે હું પોલીસ વિભાગની ઘણી નાની કર્મચારી છું અને તે ઉચ્ચ અધિકારી છે. આ ફરિયાદ બાદ મારી સાથે કોઇ અપ્રિય ઘટનાં ઘટી શકે છે. તેની જવાબદારી આઇજીની રહેશે.

બીજી તરફ પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આ અંગે શું કાર્યવાહી કરવી જોઇએ તે માટે વરિષ્ઠ અધિકારીઓ પાસે માર્ગદર્શન માંગવામાં આવી રહ્યું છે. આઇજી પવન દેવે જણાવ્યું કે જે મહિલા આરક્ષકે ફરિયાદ દાખલ કરી છે તે પાયાવિહોણા છે. હકીકત એ છે કે આ મહિલા આરક્ષકનાં એક ટીઆઇ સાથે સંબંધ હતા જેને ગુરૂવારે જ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

You might also like