Categories: Gujarat

કુમળા કારતકમાં મારકણું માવઠું

વડોદરા : વડોદરા શહેર જિલ્લામાં આજે બપોર બાદ વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષા પડતાં વાહનો પણ દબાઇ ગયા હતાં. વરસાદના લીધે વાહનો સ્લીપ થવાના અને ખોટકાવાના પણ બનાવો બન્યા હતાં. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ સાંજે ૪ થી ૬ દરમિયાન ૩૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
વડોદરા શહેર ઉપરાંત ડભોઇ તાલુકાના અને વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ પડયો હતો. શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી વાદળીયું વાતાવરણ છવાતા કમોસમી વરસાદ પડવાની સંભાવાના પણ હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જેના પગલે સવારથી સૂર્યનારાયણ વાદળોની ફોજની પાછળ છૂપાયેલો રહ્યો હતો.
દિવસ દરમિયાન વાદળોની ફૌજની વચ્ચે સૂર્યનારાયણ સંતાકુકડી રમતા રહ્યો હતો.
સૂરજ સવારે વાદળોની પાછળ છુપાયેલો રહ્યો હતો. ઘડીક વાર તાપ નીકળ્યા બાદ સાંજે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી આ સમયે વરસાદ પડતાં એક સમયે ચોમાસા જેવું જ વાતાવરણ સર્જાયું હતું. સાંજે પણ ધીમે ધીમે પડતો રહ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
આખા દિવસભર વાદળોની ફૌજ વચ્ચે સૂર્યનારયાણ છુપાયેલા રહ્યાં હતાં. વરસાદ પડતાં શહેરીજનો શિયાળાના આગમન પૂર્વે કમોસમી વરસાદનો અનુભવ કર્યો હતો.
શહેરીજનોએ રેઈનકોટ અભરાઈ પર મુકી દીધેલા તે ફરી કાઢી પહેરી રસ્તા પર સવાર થતા નજરે પડતાં હતા.છત્રીઓ પણ લઈને બજારમાં ફરતાં શહેરીજનો નજરે પડતાં હતા.
એક તરફ શહેર-જિલ્લામાં સ્વાઇન ફલૂનો કહર જારી રહયો છે ત્યારે ઠંડીનો આખરી આકરો સ્પેલ ચાલુ થતાં શહેરીજનો દ્વિધામાં મુકાઇ ગયા છે. શરદી-સળેખમ અને તાવના કેસો ઘરે ઘરે જોવા મળી રહયા છે. ખાનગી દવાખાનાથી માંડીને સરકારી હોસ્પિટલો પણ આ ફીવરની ઝપટમાં છલકાઇ રહયા છે. વહેલી સવારે મોર્નિંગ વોક ઉપર નીકળનારા શહેરીજનો પણ આ વાતાવરણથી હેબતાઇ ગયા હતા.
ઠંડા પવનના સુસવાટાના કારણે શહેરીજનોને ગરમ વસ્ત્રો તેમજ ગરમ પીણાં પીવાની જરૂરીયાત ઉભી થઇ હતી. વાદળોની ફૌજની વચ્ચે સૂર્યનારાયણ સંતાકુકડી રમતા હતા. દિવસ દરમિયાન ગમે તે ઘડીએ કમોસમી વરસાદ પડવાની શકયતાઓથી શહેરીજનો વિમાસણમાં મુકાયા હતા. ઠંડીનું પ્રમાણ વધતાં શહેરીજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.
સ્વાઇન ફલૂના કારણે શહેરીજનો પહેલાથી જ ભયભીત છે અને હવે વાતાવરણમાં અચાનક પલ્ટાને કારણે અનેક લોકો બીમારીમાં સપડાયા હોવાના અહેવાલ સાંપડી રહયા છે. શહેરીજનો ઘરગથ્થુ ઉપચારો કરી રહયા છે. ઉકાળો અને ગરમ તેજાનાના સહારે ઠંડી સામે શહેરીજનો ઝઝુમી રહયા છે. ત્યાં આજે વરસાદે શહેરીજનો ઠંડીથી ધ્રુજાવી દીધા હોવાનો અહેસાસ કરી રહ્યાં હતા.
તો બીજી તરફ શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા ખાબોબોચિયા ભરાતા વાહનચાલકો રાહદારીઓના કપડાં બગાડી મુકતાં બોલાચાલીની ઘટના પણ બનતી સાંભળવા મળી હતી. વરસાદના માવઠાના પગલે હવે રોગચાળાની સંભાવના સેવી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં દવાખાના દર્દીઓથી ઉભરાતા જોવા મળશે તેમાં પણ બેમત નથી.

ડભોઈ અને વાઘોડિયા તાલુકામાં પણ વરસાદ
દિવસભર વાદળછાંયા વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદના ઝાપટાં પડતાં ખેતીના પાકને ફટકો પડે તેવી શક્યતા છે. પાકિસ્તાની દક્ષિણે અને કચ્છ પર અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન દરિયાઈ સપાટીથી ઉદભવતા છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતાં આજે સવારે કાળાડિબાંગ વાદળોની ફૌજ દેખાતા વરસાદનો અણસાર આવી ગયો હતો.
બપોરે ૧૨.૨૦ કલાકે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ સુરજ દેખાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પણ બે વાગ્યાની આસપાસ ગાજવીજ અને વરસાદ પવન સાથે ફુંકાયો હતો. જોકે બન્ને વરસાદના ઝાપટાં જ પડ્યાં હતા તે દરમ્યાન અગમચેતી મુજબ વિજળી ડુલ થવાના બન્યા હતા.
અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનના કારણે વાદળછાંયા હવામાન સાથે ઠંડો પવન બે દિવસછી ફુંકાતા હતા આજે ત્રીજા દિવસે સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે આવતાં વરસાદના બે ઝાપટાં પડયાં હતા. ડભોઈ તાલુકામાં તુવેર-દિવેલાનો પાક હોવાથી ખેતીના પાકને ફટકો પડે તેવી શકયતા છે.

Navin Sharma

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

22 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

22 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

22 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

22 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

23 hours ago