સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારે વરસાદનું આગમન થયુ છે. શહેરના એસ.જી. હાઇવે, સેટેલાઇટ, બોડકદેવ, ચાંદખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારે જ વરસાદ પડતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ અનેક વિસ્તારમાં પડ્યો છે. જેમાં ધનસુરમાં 2 ઈંચ, મોડાસામાં 2.5 ઈંચ વરસાદ, કપડવંજમાં 1 ઈંચ, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ, માળિયામાં 3 ઈંચ, માંગરોળ, મેદરડામાં 1 ઈંચ વરસાદ, જાફરાબાદમાં 1 ઈંચ, ખાંભામાં 2.5 ઈંચ વરસાદ, રાજુલામાં 4 ઈંચ, સાવરકુંડલમાં 1.5 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 5 ઈંચ વરસાદ નોંધાયો.

ગીર પંથકમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી પધરામણી કરી છે. બે કલાક વરસેલા વરસાદે સમગ્ર પંથકને તરબોળ કર્યું હતું. ખાસ કરીને ગીર ગઢડા કોડીનાર અને સુતરાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. ઉના તાલાલા અને વેરાવળમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદના પગલે ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે આવેલો ડેમ છલકાયો છે. ડેમમાં ઓવરફ્લો થતાં આસપાસનાં ગામડાઓમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે, દ્રોણેશ્વર ડેમમાંથી અંદાજીત 20 જેટલા ગામોને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. જ્યારે 15થી વધુ ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હાલ સમગ્ર વિસ્તારમાં રાસા વરસાદના કારણે નદી-નાળાઓમાં પુર આવ્યાં છે..જેના કારણે પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

માત્ર આઠ કલાકમાં સુત્રાપાડામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો તો કોડીનારમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 3.5 ઈંચ વરસાદ ખાબકયો છે. જ્યારે સુત્રાપાડા અને કોડીનારમાં રાત્રે ધોધમાર વરસાદ પડતા ગામ અને શહેરમાં પાણી ફરી વળ્યું હતું. ગામડાની ગલીઓ વરસાદી પાણીથી તરબોળ થઈ હતી. તો શહેરના માર્ગો પર પણ પાણી ફરી વળ્યું.

જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અમરેલી-પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે બંધ થયો છે. અમરેલી સાવરકુંડલા વચ્ચેનો બેઠો પુલ બેસી જતાં રસ્તો બંધ થયો છે. સીમરણ-લાપાલીયા વચ્ચે કોઝવે પુલ ધોવાતા સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. તો વાહનોને સાવરકુંડલાથી નેસડી ચલાળા તરફ ડાયવર્ઝન અપાયું છે. જયારે રાજુલા મહુવાથી આવતા વાહનોને ચલાળાથી ડાયવર્ઝન અપાયું છે.

divyesh

Recent Posts

બિગ બોસ: અનૂપ જલોટા કલાસિક રિયાઝમાં, જસલીન ‘ચલતી હે ક્યા નૌ સે બારાહ’ ગાતા જોવા મળી

બિગબોસમાં પોતાને ભજન સમ્રાટ અનૂપ જલોટાની શિષ્યા તેમજ પાર્ટનર બતાવીને આવેલ જસલીન રિયાઝ કરવાને બદલે મસ્તી કરતી જોવા મળી. શૉના…

23 mins ago

વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ, ભાજપ દ્વારા ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા આદેશ

આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે સરકાર 6 સરકારી વિધેયક રજૂ કરશે. વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. સવારે 9.30થી…

1 hour ago

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

10 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

12 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

13 hours ago