Categories: Gujarat

રેનબસેરામાં બસેરા નહીં

રેનબસેરા એટલે રાત્રિના રોકાણ માટેનું વિશ્રામ ગૃહ. જે લોકો પાસે રહેવા માટે છત ન હોય તથા મજૂરી કરીને પેટ ભરતા હોય અને બહારગામથી શહેરમાં આવ્યા હોય તેવા ગરીબો રેનબસેરામાં  રાત્રિરોકાણ કરતાં હોેય છે.અમદાવાદના રેનબસેરાની વાસ્તવિકતા તદ્દન અલગ જોવા મળે છે. અહીંયાં  રાત્રિરોકાણ કરનારાઓની સંખ્યાનું પ્રમાણ નહીંવત્ જોવા મળે છે. રેનબસેરાનો ઉપયોગ જેટલા પ્રમાણમાં થવો જોઇએ તેટલા પ્રમાણમાં થતો નથી. રેનબસેરાની હાલત તંત્રની બેદરકારીથી દયનીય બની છે.

રેનબસેરાની સ્થિતિ

અમદાવાદમાં અનેક ગરીબ લોકો વસવાટ કરે છે ઉપરાંત મજૂરવર્ગ પણ વધારે છે કે જેમની પાસે રહેઠાણ માટે કોઇ મકાન નથી કે રાત્રે વસવાટ કરવા કોઇ સ્થળ નથી.  શહેરમાં આવા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આજે શહેરમાં ૪૫ રેનબસેરા આવેલા છે જેમાંથી ૧૪ રેનબસેરા બંધ પડેલી હાલતમાં છે.  આ રેનબસેરા એસ્ટેટ વિભાગના ઇજનેરના  હસ્તક હતા. તેમના કાર્યકાળમાં સાત જેટલા રેનબસેરા બંધ થયા હતા. હવે રેનબસેરા યુસીડી વિભાગને સોંપવામાં આવ્યા છે. તેમના શાસનમાં પણ સાત રેનબસેરા બંધ હાલતમાં છે. આ ઉપરાંત નવા બે રેનબસેરા ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવ્યા છે. રેનબસેરા ધીમેધીમે બંધ થઇ રહ્યા છે. જેટલા રેનબસેરા કાર્યરત છે તેમાંથી માંડ પાંચેક વ્યવસ્થિત ચાલી રહ્યા છે.

યોગ્ય સ્થળે નથી

શહેરમાં આવેલા રેનબસેરા વ્યવસ્થિત સ્થળ પર આવેલા નથી. મોટાભાગના રેનબસેરા બ્રિજ નીચે જોવા  મળે છે. જ્યાં ખરેખર જરૂર છે ત્યાં એક પણ જોવા મળતા નથી. સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, એસ.ટી સટેન્ડ સહિત જ્યાં સૌથી વધુ મજૂરવર્ગ ફૂટપાથ પર વસવાટ કરતો હોય ત્યાં જોવા મળતા નથી.  શહેરમાં અનેક પરપ્રાંતીય લોકો મજૂરી કરવા આવે છે. ઉપરાંત સરકારી હોસ્પિટલમાં  આવતાં અનેક ગરીબ દર્દીઓનાં સગાંસંબધીઓને રહેવા માટે મુશ્કેલી પડતી હોય છે. નજીકમાં રેનબસેરા હોય તો તેમને થોડી રાહત રહે પરંતુ  સિવિલ હોસ્પિટલ  નજીક  રેનબસેરા જોવા મળતા નથી. કોર્પોરેશને વધુ પડતાં રેનબસેરા  બ્રિજની નીચે બનાવડાવ્યા છે  એટલે રેનબસેરાની કોઇને ખબર જ ના પડે. અને એવું પણ બન્યું છે કે એક જ  વિસ્તારમાં સાત રેનબસેરા  ફાળવવામાં આવ્યા છે. જ્યાં જરૂર છે ત્યાં રેનબસેરા છે જ નહીં. આડેધડ રેનબસેરા બનાવવામાં આવ્યા છે. જેથી જરૂરતમંદ લોકો રેનબસેરાનો લાભ  લઇ શકતા નથી.  શહેરમાં સરવૅ કરાવ્યા વગર ગમે ત્યાં રેનબસેરા બનાવી દેવાથી આવું થયું છે. શહેરમાં  નહેરુ નગર પાસે રાણી લક્ષ્મીબાઇ સર્કલ નજીકમાં જ રેનબસેરાની તાતી જરૂર છે. આ ઉપરાંત ગીતા મંદિર પાસે, કાલુપુર રેલવે સ્ટેશન પાસે, વી.એસ હોસ્પિટલ નજીક, સિવિલ હોસ્પિટલ પાસે, પીરાણા ડમ્પિંગ સ્ટેશન પાસે, લાંભા રોડ પાસે સરખેજ પાસે વિશાલા સર્કલ આગળ, સરખેજ પાસે, ઉજાલા ચોકડી પાસે રેનબસેરા  હોવા જોઇએ ત્યાં નથી. આ વિસ્તારો એવા છે જ્યાં લોકોને રાત્રીરોકાણ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

જાગૃતિનો અભાવ

શહેરમાં આવેલા રેનબસેરા અંગેની જાગૃતિનો સદંતર અભાવ જોવા મળે છે. કેટલાય ગરીબ અને મજૂર વર્ગને રેનબસેરા વિશે કોઇ માહિતી નથી. રેનબસેરા શું છે તેની પણ અનેક લોકોને જાણ અને સમજ નથી. પરપ્રાંતમાંથી કમાણી કરવા આવેલા રોશન મનોહરભાઇ મરાઠાને રેનબસેરા વિશે કોઇ જાણ નથી. તે કહે છે કે,”હું છેલ્લા એક મહિનાથી અહીંયાં આવ્યો છું પરંતુ મને આવા રેનબસેરા ક્યાં આવેલા છે તેની જાણ નથી. જ્યાં સૂવાનો બંદોબસ્ત થઇ જાય ત્યાં સૂઇ જાઉં છું. દુકાનના ઓટલા પર અથવા ફૂટપાથ પર પણ ઊંઘી જાઉં છું.” જ્યારે ઝાંસીની રાણી સર્કલ પાસે પથારો કરી કમાણી કરતાં ભૂરાભાઇ નાથાજી મારવાડી કહે છે કે, “હું તો રોજ અહીં પથારો કરી ધંધો કરું છું. કમાણી માટે માદરે વતન છોડી અમદાવાદ આવ્યો છું. માટે કમાઇને પૈસા ઘરે મોકલું છું. રહેવા માટે તો આ ફૂટપાથ જ છે. અહીં જ સૂઇ જઇએ છીએ. મારા જેવા તો અહીં ઘણા છે. શું કરીએ? જ્યારે રહેવા માટે કોઇ આશરો જ ન હોય. રેનબસેરા જેવી રહેવા માટે કોઇ જગ્યા પણ છે તે તો તમે કહ્યું ત્યારે જ ખબર પડી, પરંતુ આટલા નજીકમાં તો આવું કંઇ  છે જ નહીં અને દૂર જવું પોસાય તેમ નથી.” તો વળી તારાબહેન સોલંકી કહે છે કે, “મારી તો હવે ઉંમર થઇ ગઇ છે. કોઇ કામ તો આપે નહીં. માટે જ્યાંત્યાંથી માગીને જીવન વ્યતીત કરું છું. રાત પડે જ્યાં જગ્યા મળે ત્યાં સૂઇ જાઉં છું. રેનબસેરામાં રાત્રિરોકાણ મળે તો અમારા જેવા ગરીબો માટે તો ગનીમત છે.” પ્રશાસન દ્વારા આ યોજના અમલી બનાવાઈ છે પરંતુ તેની જાગૃતિ અને જાહેરાત કરવામાં આવી નથી તેથી રેનબસેરાની અનેક ગરીબ લોકોને જાણ નથી. જેના કારણે ઘણાબધા લોકો રેનબસેરામાં આશરો લેવાથી વંચિત રહી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્વરે રેનબસેરા અંગે જાહેરાત કરાવવી અનિવાર્ય છે. રેનબસેરાની જાગૃતિના અભાવે અનેક લોકો ફૂટપાથ પર સૂતેલા જોવા મળે છે.

ગરીબો ફૂટપાથ પર સૂએ છે

આજે પણ કાતિલ ઠંડીમાં અનેક ગરીબો શહેરના જુદાજુદા વિસ્તારમાં ફૂટપાથ પર સૂઇ જાય છે. તેમની હાલત ખૂબ દયનીય છે.  ઠંડીનું પ્રમાણ ખૂબ વધ્યું હોઈ તેમની હાલત નાજુક જોવા મળે છે. તેમની પાસે ઓઢવા માટે ગરમ ધાબળા પણ નથી. સાદી ગોદડી ઓઢીને સૂઇ જાય છે. નહેરુનગરથી આગળ ઝાંસીની રાણીના સ્ટેચ્યૂ પાસે ૨પથી વધુ લોકો ફૂટપાથ પર સૂતા જોવા મળે છે. જ્યારે અંજલિ ચાર રસ્તાની આગળ બ્રિજની નીચે, પીરાણા ડમ્પિંગ સાઇટથી આગળ નારોલ સર્કલ નજીક, લાંભા જવાના રસ્તે, વિશાલા સર્કલ, સરખેજ ઉજાલા ચોકડી પાસે અનેક ગરીબ લોકો ફૂટપાથ પર રાત્રિરોકાણ કરે છે. આ જ રીતે પૂર્વમાં પણ એવા વિસ્તારો છે જ્યાં રેનબસેરાનો અભાવ છે. ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આવી ઠંડીમાં તેઓ ફૂટપાથ પર સૂઇ જાય છે.તેમની હાલત ખરાબ છે.

રેનબસેરામાં સુવિધા

રેનબસેરામાં કોઇ પણ વ્યક્તિ રોકાઇ શકે છે. કોઇ પણ ચાર્જ તેમની પાસેથી લેવામાં આવતો નથી.  તેમનો પ્રવેશ નિઃશુલ્ક હોય છે. રાત્રિરોકાણ કરવા આવેલા લોકોને ગાદલાં સહિત ઓઢવા માટે ધાબળા આપવામાં આવે છે. નહાવાધોવા માટે બાથરૂમની પણ વ્યવસ્થા હોય છે. ગરીબ લોકો આરામથી રેનબસેરામાં રાત્રિ વસવાટ કરી શકે છે. એક ગેસ્ટહાઉસ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ રેનબસેરાની દેખરેખ અને જાળવણી સામાજિક સંસ્થા કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંસ્થાઓને રેનબસેરાનો કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. સંસ્થાને વ્યક્તિદીઠ ૨૦ રૂપિયા આપવાના આવે છે. રેનબસેરા વિશે વાત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી વિભાગના ડાયરેક્ટર યોગેશ મિત્રક કહે છે કે, “શહેરમાં ૪૫ જેટલા રેનબસેરા છે પરંતુ જે વિસ્તારમાં હોવા જોઇએ ત્યાં નથી. છતાં અમારા તરફથી પૂરા પ્રયત્ન થઇ રહ્યા છે કે લોકો રેનબસેરાનો વધુ ઉપયોગ કરે. જે લોકો પાસે રાત્રિરોકાણ માટે સ્થળ નથી તેમની સુવિધા માટે જ રેનબસેરા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ ઘણા લોકોનું માનવું છે કે બહાર સૂઇ જવાથી ઘણા લોકો જમવાનું આપી જતા હોય છે, તો વળી કંબલ પણ શિયાળામાં મળતા હોય છે. જો રેનબસેરાનો આશરો લઇએ તો આવું કંઇ મળતું નથી. માટે હજુ પણ લોકો રેનબસેરાનો આશરો લેવાનું ટાળે છે. છતા અમે પ્રયત્ન કરતા રહીશંુ. સાથે તેની એડ.પણ કરીશું જેથી લોકોને રેનબસેરાની જાણકારી મળે.”

શિયાળા અને ચોમાસામાં સૌથી વધારે રેનબસેરાની જરૂર પડે છે પરંતુ શહેરના રેનબસેરા ધીમેધીમે બંધ થઇ રહ્યા છે તે વાસ્તવિકતા છે. નવા રેનબસેરાનો સરવૅ કરાવીને પ્રશાસન તૈયાર કરે તો ગરીબ લોકો રેનબસેરાનો ઉપયોગ કરી શકે તેમ છે. રેનબસેરા અંગે ઘણાબધા ગરીબો જાણતા નથી  તે અંગે તંત્રએ જાગૃતિ અભિયાન ચલાવીને તેમને આ અંગે માહિતગાર  કરવા જોઇએ અને વિસ્તાર દીઠ રેનબસેરા અંગેની જાહેરાત કરવી જોઇએ જેનાથી સહેલાઇથી લોકો રેનબસેરાનો ઉપયોગ કરી શકે. આજે અનેક ગરીબો ઠંડીમાં ઠૂંઠવાતા હોવા છતાં ફૂટપાથ પર સૂઇને જીવન ગુજારે છે. અમદાવાદ જેવા શહેરમાં ૪૫ રેનબસેરામાંથી મોટા ભાગના બંધ હાલતમાં અથવા બિનપયોગી હોય તો તેનો અર્થ એ થયો કે તંત્ર જે હેતુ માટે તેની પાછળ ખર્ચ કરે છે એ સિદ્ધ થતો નથી. ખર્ચ લેખે લાગે એવા આયોજનના અભાવે રેનબસેરા ખાલી છે અને લોકો ઉપર આભનો ઓછાયો કરીને  ફૂટપાથ પર પડ્યા રહે છે. તંત્રમાં થોડી પણ શરમ કે માનવતા બચી હોય તો આ સ્થિતિનો અંત લાવવા સક્રિ. બનવું જોઈએ.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

10 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

10 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

11 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

11 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

12 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

12 hours ago