જો તમે ટ્રેનમાં સૂઈ ગયા હોવ અને TTE આવીને ઉઠાડે તો કહી દેજો કે આ નિયમ છે રેલવેનો…

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને TTEના નિયમ વિશે ન જાણતા હોવ તો આજે જ જાણી લો. રેલવેમાં TTE એટલે કે ટ્રાવેલ ટિકીટ એક્ઝામિનર રાત્રે 10 વાગ્યા પછી તમને ડિસ્ટર્બ કરી ના શકે.

એટલે કે રેલવેના નિયમો પ્રમાણે, ટિકીટ ચેકર સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જ તમારી ટિકીટ ચેક કરી શકે છે. જો તમે ટ્રેનમાં સૂઈ ગયા હોવ અને ટિકીટ ચેકર રાત્રે 10 વાગ્યા પછી તમારી ટિકીટ વેરિફિકેશન માટે આવે તો તમે તેને ના પાડી શકો છો.

રાત્રે સૂઈ ગયા બાદ પેસેન્જર્સને ડિસ્ટર્બ કરી ન શકાય તેવી ગાઈડલાઈન્સ રેલવે બોર્ડ તરફથી જાહેર કરવામાં આવી છે. બોર્ડ સાઉથર્ન રેલવેમાં આ નિયમ એક વર્ષ પહેલા જ લાગુ કરી દેવામાં આવ્યો છે. આજે અમે તમને રેલવેના એક અન્ય નિયમ વિશે પણ જણાવીશું.

વેકઅપ કૉલ લગાવીને સૂઈ જાઓ
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે યાત્રીઓને ચિંતા રહેતી હોય છે કે જો તેઓ સૂઈ જશે તો તેમનું સ્ટેશન આવીને જતું રહેશે. જો કે તેના માટે તમે રેલવે એપની વેકઅપ કોલ ડેસ્ટિનેશન સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો. તમારે માત્ર 139 નંબર પર ફોન કરીને વેકઅપ કોલ ડેસ્ટિબેશન એલર્ટને એક્ટિવેટ કરવું પડશે. બસ ત્યાર પછી તમારું સ્ટેશન આવતા જ એલાર્મ તમને ઉઠાડી દેશે.

You might also like