રેલ્વે મુસાફરી દરમ્યાન હવે આધારકાર્ડ નહીં, mAadhaar App કરો યૂઝ

0 0

રેલ્વે મુસાફરી દરમ્યાન હવે ઓળખકાર્ડ તરીકે તમે mAadhaar એપ પણ દેખાડી શકશો. રેલ્વે મંત્રાલયે કહ્યું કે ઓળખકાર્ડ તરીકે તમે રેલ્વે મુસાફરી દરમ્યાન ટીસીને આ એપ પણ દેખાડી શકશો કે જે ઓળખકાર્ડ તરીકે માન્ય ગણાશે. રેલ્વે મુસાફરી દરમ્યાન મુસાફરોને ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ અથવા અન્ય કોઇ એળખકાર્ડ સાથે રાખી પહેલાં મુસાફરી કરવી પડતી હતી.

ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડીયાને વધુ પ્રાધાન્ય આપવા માટે સરકારે mAadhaar એપ લોન્ચ કરેલ છે. mAadhaar મોબાઇલ એપ છે કે જે માત્ર એન્ડ્રોઇડ મોબાઇલ પર જ કામ કરશે. આ એપને ડાઉનલોડ અને રજિસ્ટર કર્યા બાદ પોતાની સાથે પેપર-ફોર્મેટમાં અથવા અન્ય કોઇ રીતે આધારકાર્ડ અથવા તેનો નંબર સાથે લઇ ચાલવાની જરૂર નથી.

જો કે આ એપને યૂઝ કર્યા બાદ આપનો મોબાઇલ નંબર રજિસ્ટર હોવો જરૂરી છે. જો મોબાઇલ નંબર રજિસ્ટર નથી કરાયેલ તો નજીકનાં આધારકાર્ડ સેન્ટર પર જઇ mAadhaar એપ સાથે તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરાવી શકાય.

loading...

Leave A Reply

Your email address will not be published.