Categories: India

Google હજી પણ માને છે સુરેશ પ્રભુને રેલ મંત્રી!

તાજેતરમાં જ મુંબઇમાં પરેલ નજીક એલફિંસ્ટન રેલવે સ્ટેશન પર એક ઓવરબ્રિજ પર ભાગદોડ થવાંને લીધે 22 લોકોનાં મોત થયાં છે અને 35થી પણ વધુ લોકો ઘાયલ થયાં છે. એવું જાણવા મળી રહ્યું છે કે વરસાદનાં કારણે ઓવરબ્રિજ પર રેલિંગનો એક ભાગ તૂટતાં આ ઘટના થઇ હોવાનાં સમાચાર મળ્યાં છે.

છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં આવી અસંખ્ય ટ્રેન દુર્ઘટનાઓ થવાને કારણે આપણાં પૂર્વ રેલવે પ્રધાન પદેથી સુરેશ પ્રભુની આકરી ટીકા થઈ રહી હતી. જેથી મુઝફ્ફરનગરનાં ખતોલીમાં થયેલી રેલ દુર્ઘટના બાદ સુરેશ પ્રભુએ 3જી સપ્ટેમ્બર,2017નાં રોજ પીએમ મોદીને રેલ મંત્રી પદથી સ્વેચ્છાએ રાજીનામું સોંપી દીધું હતું. સુરેશ પ્રભુએ રેલ્વે પ્રધાન તરીકેનો કાર્યકાળનો ચાર્જ 10 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી સંભાળ્યો હતો. 3જી સપ્ટેમ્બર,2017નાં રોજ સુરેશ પ્રભુએ રાજનામું આપતાં પીયૂષ ગોયલે નવા રેલવે પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ને હાલ તેઓ રેલ્વે પ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળી રહ્યાં છે. આ પહેલાં તેઓએ રાજ્યકક્ષાએ ઊર્જા પ્રધાન તરીકેની સુંદર કામગીરી બજાવી હતી.

પરંતુ હાલમાં ગૂગલ પર Railway Minister of India સર્ચ કરીએ છીએ તો પ્રથમ Minister of Railways (India)-Wikipedia ઓપન થાય છે. જેનાં પર હાલનાં રેલવે પ્રધાન પિયૂષ ગોયલનો ફોટો દેખાઇ રહ્યો છે પરંતુ તેનાં નામમાં સુરેશ પ્રભુનો ઉલ્લેખ દર્શાવાઇ રહ્યો છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

6 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

6 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

6 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

6 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

6 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

6 hours ago