Budget 2018: ટ્રેનોનું આધુનિકરણ, Wi-Fi અને CC TV થી થશે સજ્જ

નાણાં પ્રધાન અરૂણ જેટલીએ વર્ષ 2018-19નું બજેટ રજૂ કર્યું. આ વખતે બજેટમાં રેલવે માટે 148528 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. જેમાં 5000 કિમી સુધીની લાઇને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવશે જ્યારે વીજળી સરકારનો મુખ્ય હેતુ છે. આ ક્ષેત્રમાં કામને આગળ વધારવામાં આવ્યું છે. આ હેઠળ 4000 કિમી રેલવેનું ઇલેકટ્રિફિકેશન કરવાની યોજના છે.

જ્યારે 2018-19માં 36,000 કિમી ટ્રેક બદલવામાં આવશે. ધૂંધથી બચવા અને રેલને ટાઇમસર ચલાવવા માટે ફેરફાર કરવાની વાત તો કહેવામાં આવી છે પરંતુ આધુનિકરણમાં કેવા પ્રકારનો ફેરફાર કરવામાં આવશે તે અંગે કંઇ જણાવવામાં આવ્યું નથી. જ્યારે હવે વિશેષ ટ્રેનોમાં સીસીટીવ અનેવાઇફલ લગાવામાં આવશે. તેની સાથે ક્રોસિંગ વગરના 4000 ફાટકને બંધ કરવાની યોજના છે.

પારંભમાં આ કામ 600 સ્ટેશન પર કામ કરવામાં આવશે જ્યારે મુંબઇ લોકલ પર 1100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને 90 કિમી ટ્રેકનો વિસ્તાર કરવામાં આવશે. વડોદરામાં બુલેટ ટ્રેન માટે એક સંસ્થા બનાવામાં આવશે. 25 હજાર કરતા વધારે મુસાફરોવાળા સ્ટેશન પર એસ્કેલેટર લગાવામાં આવશે. બેંગલુરૂ રેલવે નેટવર્ક માટે પણ 17 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

You might also like