Categories: India

સુરેશ પ્રભુએ રજૂ કર્યું રેલ બજેટ, ભાડાંમાં કોઇ વધારો નહી, 4 નવી ટ્રેનોની જાહેરાત

નવી દિલ્હી: રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુરૂવારે સંસદમાં રેલ બજેટ રજૂ કર્યું. તેમણે બજેટ રજૂ કરતાં સંસદમાં પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહાર વાજપાઇની પંક્તિઓનું પુનરાવર્તન કર્યું- હમ ન રૂકેગેં, હમ ન ઝુકેંગે, ચલો મિલકર કુછ નયા બનાયે. બજેટમાં મુસાફર ભાડાંમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ચાર નવી ટ્રેનો- અંત્યોદય, તેજસ, હમસફર અને ઉદય દોડાવવામાં આવશે.

2020 સુધી દરેક મુસાફરને કન્ફોર્મ ટિકીટ
રેલવે મંત્રીએ જાહેરાત કરી હતી કે 2020 સુધી દરેક મુસાફરને કન્ફોર્મ ટિકીટ મળશે. તેમણે કહ્યું કે ‘અમારે પીએમ મોદીના વિઝનને સાકાર કરવાનું છે. રેલવે મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે ‘અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માંગીએ છીએ. વડાપ્રધાન ઇચ્છે છે કે ઝડપથી અને કુશળતા પૂર્વક કામ થાય. અમે 2020 સુધી મોટી લાઇનોનું કામ પુરૂ કરવાનું લક્ષ્ય રાખીએ છે.’

પેસેન્જર ટ્રેનોની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હશે
રેલવે મંત્રીએ કહ્યું હતું કે પેસેન્જર ટ્રેનોની ગતિ વધારીને સરેરાશ 80 કિમી પ્રતિ કલાક રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સ્થાનિક સ્તરે રેલવે સુવિધાઓ વધારવામાં આવશે. પછાત થયેલા વિસ્તારોમાં પણ રેલવે રૂટ બનાવવાની યોજના પર કામ થઇ રહ્યું છે.

મોટા સ્ટેશન પર સીસીટીવી સર્વિલન્સ
સુરેશ પ્રભુએ કહ્યું હતું કે મુસાફરોની સુરક્ષા રેલવેની પ્રાથમિકતા છે અને તેને જોતાં બધા મોટા સ્ટેશનોને તબક્કાવાર સીસીટીવી સર્વિંલન્સમાં લાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 311 સ્ટેશનો પર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંત્યોદય અને હમસફર ટ્રેન દોડશે
સુરેશ પ્રભુએ જાહેરાત કરી હતી કે સામાન્ય લોકો માટે અંત્યોદય ટ્રેનો દોડશે, જેમાં બધા કોચ અનારક્ષિત હશે. તેમણે હમસફર ટ્રેન દોડાવવાની પણ જાહેરાત કરી, જે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનમાં ફક્ત 3 એસી કોચ હશે.

સુરેશ પ્રભુએ બજેટ રજૂ કરતાં પહેલાં કહ્યું હતું કે ‘મુસાફરો રેલવેની આત્મા છે, અમારી પ્રાથમિકતામાં મુસાફરોની સુરક્ષા અને સેફ્ટી સૌથી ઉપર છે. અમે બધા સ્ટેશનો પર વાઇ-ફાઇ ઉપલબ્ધ કરાવીશું.’ રેલવે મંત્રીના અનુસાર મેક ઇન ઇન્ડીયા અને સ્કિલ ઇન્ડીયા રેલવે માટે પ્રાથમિકતા રહેશે. રેલવે રાજ્ય મંત્રી મનોજ સિંહાએ કહ્યું હતું કે ‘અમે સામાન્ય માણસોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલવે બજેટ બનાવ્યું છે.’

રેલવે મંત્રીએ આ વખતે બધાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં બજેટને અંતિમ રૂપ આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વખતે સૌથી વધુ ધ્યાન કસ્ટમર સર્વિસ અને રેલવે યાત્રાને હાઇટેક બનાવવા પર હશે.

ટ્વિટર ટ્રેંડ કરી રહ્યું છે રેલવે બજેટ
સોશિયલ મીડિયા પર પણ રેલવે બજેટની સવારથી ચર્ચા ચાલી રહી છે. #RailBudget2016 હૈશટૈગ ટ્વિટર પર સતત ટ્રેંડ કરી રહ્યું છે.

admin

Recent Posts

પુલવામામાં મોસ્ટ વોન્ટેડ ઝહુર સહિત ત્રણ આતંકી ઠારઃ એક જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે…

2 days ago

ભૈયુજી મહારાજ પાસે એક યુવતી ૪૦ કરોડ, ફ્લેટ અને કાર માગતી હતી

ઇન્દોર: પાંચ કરોડની ખંડણી માગવાના આરોપમાં ઝડપાયેલ ડ્રાઇવરે ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસની તપાસમાં નવો વળાંક આપ્યો છે. પોલીસ પૂછપરછમાં આ…

2 days ago

કાંકરિયામાં નવું આકર્ષણઃ સહેલાણીઓને ફરવા માટે હવે ઇલેક્ટ્રિક કારની સુવિધા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા તળાવને ભવ્ય બનાવ્યા બાદ ગત તા.રપથી…

2 days ago

અમદાવાદમાં રસ્તા પર વાહન પાર્ક કરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે

અમદાવાદ: રાજ્યની પહેલી પાર્કિંગ પોલિસી-બાયલોઝને રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી દેતાં હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં પણ નવી પાર્કિંગ પોલિસી…

2 days ago

Ahmedabad શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુંઃ 11.2 ડિગ્રી

અમદાવાદ: રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં ગઇકાલથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે ઠંડીની તીવ્રતામાં સહેજ વધારો થયો હોઇ…

2 days ago

શાળામાં શિક્ષકો બાળકોને ‘ગુડ ટચ-બેડ ટચ’ની જાણકારી આપશે

અમદાવાદ: દિવસે ને દિવસે બાળકો પર હિંસા, યૌનશોષણ, માનસિક હેરેસમેન્ટના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે તેમજ શાળામાં બાળકો પર શારીરિક અડપલાંની…

2 days ago