શાહઆલમમાં નવાબખાન પઠાણના પૌત્રના જુગારના અડ્ડા પર દરોડા

અમદાવાદ: સોલામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસે દારૂ-જુગારના અડ્ડા પર એકાએક દરોડા પાડવાનું શરૂ કરી દેતાં બુટલેગરો ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પોલીસે દારૂના અડ્ડાઓની સાથે-સાથે જુગારના અડ્ડા ઉપર પણ દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે.

ગઇ કાલે મોડી રાતે પોલીસે શાહઆલમમાં બિલ્ડર નવાબખાન પઠાણના પુત્ર ઐયુબખાનના બંગલા પર ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કરતાં નવાબખાનના પૌત્ર અલીખાન સહિત છ લોકોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ૬.૮૩ લાખની રોકડ સહિત ૧પ.૬૮ લાખના મુદ્દામાલ સાથે છ જુગારીઓની ધરપકડ કરી છે.

રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે સોલામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ તેમજ આવેલા અધિકારીઓ પર દારૂ-જુગારના ચાલતા અડ્ડાઓને લઇ અનેક આક્ષેપ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં શહેરમાં ધમધમી રહેલા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે તવાઇ બોલાવવાનું શરૂ કર્યું છે.

ગઇ કાલે દાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે બિલ્ડર નવાબખાન પઠાણના પુત્ર ઐયુબખાન ઉર્ફે પપ્પુખાનના બંગલામાં જુગારધામ ચાલી રહ્યું છે. દાણીલીમડા પોલીસને મળેલી બાતમીના આધારે જુગારધામ પર રેડ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મેળવી લીધી.

રેડની મંજૂરી મળી ગયા બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. જી. ખાંટ સહિતની ટીમ પપ્પુખાનના અડ્ડા પર દરોડા પાડવા માટે પહોંચી ગઇ હતી.

પપ્પુખાનનો બંગલો શાહઆલમ નવાબની ચાલીમાં આવેલો હોવાથી પીએસઆઇ વધુ પોલીસ ફોર્સ લઇને રેડ કરવા માટે ગયા હતા. મોડી રાતે પીએસઆઇ સહિતનો પોલીસનો કાફલો પપ્પુખાનના બંગલામાં ઘૂસી ગયો હતો અને જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.

પપ્પુખાનના બંગલાથી પોલીસે પપ્પુખાનના પુત્ર અલીખાન, મોહંમદ આ‌િસફ મુનશી, જેનીલ શાહ, સરફરાઝ શેખ, ફેનિલ શાહ અને ઇમ્તિયાઝ મહેમુદ પઠાણને જુગાર રમતાં પકડી પાડ્યા હતા. પોલીસે અલીખાન સહિત છ લોકોની જુગારધારા એક્ટ હેઠળ ધરપકડ કરીને ૬.૮૩ લાખ રોક્ડા, ૧.૭૦ લાખની કિંમતના ૧૦ મોબાઇલ ફોન, એક ફોર વ્હિલર અને ચાર ટુ વ્હિલર સહિત ૧પ.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અલીખાન કોંગ્રસના કોર્પોરેટર સહેજાદ ખાન ઉર્ફે અલીબાબાનો ‌િપતરાઇ ભાઇ થાય છે. અલીખાન ખાલી જુગારના કેસમાં નહીં, પરંતુ ગેરકાયદે જમીન પર કબજા અને હિટ એન્ડ રન જેવા ગંભીર કેસમાં પણ સંડોવાયેલો છે. થોડાક સમય પહેલાં શહેરના નારોલ સર્કલ પાસે આવેલી જમીન પર કબજો કરવા આવેલા ૩પ કરતાં વધુ લુખ્ખાં તત્ત્વોએ પાંચ યુવકો પર કરેલા ઘાતકી હુમલામાં માસ્ટર માઇન્ડ અલીખાનનું હોવાનું નામ સામે આવ્યું હતું.

જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસે રહેતા મોહંમદ આસિફ ‌િનજામુદ્દીન શેખે નારોલ વિસ્તારમાં આવેલી વિલ્સન હોટલ પાસે એક જગ્યા ભાગીદારીમાં ખરીદી હતી. આ જમીનના મામલે અસામા‌િજક તત્ત્વો જમીન પર બાંધકામ કરવું હોય તો ખંડણી આપવી પડશે તેવી ધમકી આપતાં હતાં. ત્યારબાદ અલીખાને તેના સાગરીતો મારફતે આસિફ શેખ પર હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ થઈ હતી.

ત્યારે ૭ જૂન, ર૦૧પના રોજ મોડી રાતે અલીખાન પુરઝડપે પોતાની એસયુવી કાર લઇને નીકળ્યો હતો, જ્યાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૧ શ્રમજીવી લોકો પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત સર્જીને અલીખાન ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

15 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

15 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

15 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

15 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

15 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

15 hours ago