VIDEO: રાજ્યનાં ફૂડ સેફ્ટી વિભાગનો દૂધની ડેરીએ સપાટો

ગુજરાતઃ રાજ્યનાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે રાજ્યભરમાં દૂધનાં સેમ્પલો લઇને તેની અંગે તપાસ કરવાનું એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. જેનાં ભાગરૂપે અરવલ્લી, પોરબંદર, અમદાવાદ, જામનગર તેમજ ગીરસોમનાથમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવી દીધો હતો.

આરોગ્ય વિભાગે અરવલ્લી જિલ્લાની ખાનગી ડેરીમાં દરોડા પાડીને દૂધનાં અનેક નમૂના લીધાં હતાં. તેમજ પોરબંદરમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિવિધ ડેરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરીને દૂધનાં સેમ્પલ લીધાં હતાં.

અમદાવાદનાં જોધપુરમાં આવેલ ગોધામ પથમેડા પાર્લરમાં પણ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધરીને દૂધનાં સેમ્પલ લીધાં હતાં. બીજી તરફ ગીર સોમનાથમાં પણ જિલ્લાભરની ડેરીઓ સહિત વેરાવળ અને તાલાલાની દૂધની ડેરીઓ પર દરોડા પાડ્યાં હતાં.

જો કે હવે આરોગ્ય વિભાગનાં અધિકારીઓ આ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી માટે મોકલી અપાશે. જેમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો તંત્ર દ્વારા કડક કાયદેસરનાં પગલાં લેવાશે.

You might also like