NAMO એપ પર રાહુલગાંધીનો પ્રહાર, PMOએ કહ્યું, ‘રાહુલ ગાંધીને ટેકનોલોજીની જાણકારી નથી’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ ‘NaMo’નો ડેટા થર્ડ પાર્ટીને શેર કરવાની વ4તે તુલ પકડયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાનને નિશાન બનાવીને એક ટ્વિટ કર્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘હાય! મારું નામ નરેન્દ્ર મોદી છે. હું ભારતનો વડાપ્રધાન છું. જ્યારે તમે મારી એપને સાઈન કરો છો, ત્યારે હું તમારો બધો જ ડેટા અમેરિકી કંપનીઓના મારા મિત્રોને મોકલું છું.’

જો કે રાહુલ ગાંધીના આ ટ્વિટ પર વડાપ્રધાન કાર્યાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી જવાબી ટ્વિટમનાં કહેવાયું છે કે, ‘રાહુલ ગાંધીને અને કોંગ્રેસને ટેક્નોલોજીની જાણકારી નથી.’

વડાપ્રધાન કાર્યાલયે કેમ્બ્રિજ એનાલિટિકાને ડેટા ચોરી કરવા માટે કોંગ્રેસનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું હતું. તેની સાથે જ કહ્યું હતું કે રાહુલે આ ખુલાસો લોકોનું ધ્યાન ભટકાવવા કર્યું છે. તેની પહેલા પણ વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘મીડિયા હાઉસ પણ પોતાની એપ માટે થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ કરે છે, જેથી તે પોતાના વાચકો અને દર્શકો સુધી ખબર પહોંચાડી શકે.’

કેમ NAMO એર પર વિવાદ થયો?
ફ્રાંસના રિસર્ચરે ઈલિયટ એલ્ડરસને દાવો કર્યો છે કે, નરેન્દ્ર મોદી એપ યુઝ કરતા ગ્રાહકોનો ડેટા તેમને પૂછ્યા વગર થર્ડ પાર્ટી સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, યુઝર્સના ઈમેઈલ, ફોટા, નામ, જેન્ડર સહિતની માહિતી in.wzrkt.com નામની વેબસાઈટ સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જાણકારી પ્રમાણે NAMO એપને 50 લાખથી પણ વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે.

You might also like