VIDEO: રાહુલ ગાંધીએ સુરતમાં હીરા ઘસ્યા, કારીગરો સાથે ચા-બિસ્કિટ પણ ખાદ્યા

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવી સવારે 11 વાગ્યે સુરત પહોંચ્યા હતા. ડાયમંડ ફેક્ટરી અને એમ્બ્રોયડરી ફેક્ટરીઓની રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી. બપોર બાદ પુના ગામ વિક્રમનગરની મુલાકાત લેશે. સુરતમાં સંજીવકુમાર ઑડિટોરીયમ હોલમાં વેપારીઓ સાથે રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. વ્યાપારીઓ સાથેની ચર્ચામાં રાહુલ ગાંધીએ GST અને નોટબંધીના નામે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

સુરતમાં રાહુલ ગાંધીએ વરાછાના એક યુનિટમાં હીરાના કારખાનામાં હીરા ઘસ્યા હતા. તેમણે જાતે હીરા ઘસી હીરા ઘસવાની પદ્ધતિ સમજી હતી. તેમણે ખોડિયારનગર ખાતે આવેલ એમ્બ્રોયડરી કામ સાથે સંકળાયેલા કામદારો સાથે મુલાકાત કરી હતી. હીરા ઘસવાની સાથે સાથે રાહુલ ગાંધીએ કારીગરો સાથે ચા અને બિસ્કિટ ખાધા હતા. તેમની સાથે ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા.

You might also like