Live: રાહુલ ગાંધીનું માછીમારોને સંબોધન, અમે ચૂંટણી જીતીશું તો માછીમારો માટે અલગ મંત્રાલય બનાવીશું

વિધાનસભાના પડઘમ વચ્ચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ 10.20 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીનું પોરબંદર એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતું.

રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા ગાંધીજીના નિવાસસ્થાન કીર્તિ મંદિર પહોંચ્યા હતા. તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરશે. તેમની સાથે ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસ મતદારોને આકર્ષવા જનસભા, રોડ શો, રેલીઓ અને લોકસંવાદ યોજશે.

રાહુલ ગાંધીએ પોરબંદરના ફિશિંગ હાર્બર ખાતે માછીમારોને સંબોધન કર્યું હતું. તેમણે ‘જય રામદેવજી’ કહીને સંબોધન શરૂ કર્યું હતું. રાહુલ ગાંધીએ માછીમારોને સંબોધતાં કહ્યું કે, ‘દરિયો દૂષિત થયો છે, તેથી તમારે માછલી પકડવા દૂર જવું પડે છે. કિસાનોની જેમ જ માછીમારો કામ કરે છે. તેમના માટે પણ અલગ મિનિસ્ટ્રી હોવી જોઈએ. PM મોદીએ માછીમારોની સબસિડી પણ ઓછી કરી દીધી.’

રાહુલગાંધી સાણંદના દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત પણ લેવાના છે. આ મુલાકાત દરમિયાન દલિત સમાજ રાહુલ ગાંધીને સૌથી લાંબો 125 ફૂટનો રાષ્ટ્રધ્વજ ભેટ ધરશે.

  • જાણો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની જાણકારી
    શુક્રવારે સવારે 10.20 વાગ્યે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા
    પોરબંદરમાં સવારે 11 થી 12 વાગ્યા સુધી માછીમારો સાથે કરશે મુલાકાત
    ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ પર 1.15 કલાકે પહોંચશે રાહુલ ગાંધી
    સાણંદ ખાતે દલિત શક્તિ કેન્દ્રમાં દલિત સમાજના લોકો સાથે કરશે સંવાદ
    અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા અને ડોક્ટરો સાથે કરશે સંવાદ
    અમદાવાદના નિકોલમાં બાઇક રેલી બાદ સભાને રાહુલ સંબોધશે
You might also like