RSS વિરુધ્ધ ટીપ્પણી મામલો, રાહુલ ગાંધી પર આરોપ નક્કી

આરએસએસ માનહાનિ કેસ મામલે મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આરોપ નક્કી કરી દીધા છે. જ્યારે કોર્ટમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું હું દોષી નથી. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી સાથે કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને અશોક ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંઘના કાર્યકર રાજેશ કુંટેએ 2014માં ભિવંડીમાં એક સભામાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ બાદ તેના વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યા પાછળ આરએસએસનો હાથ હોવાનું જણાવ્યું હતું.

RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધી વિરુધ્ધ આરોપ નક્કી થઇ ગયા છે. ભિવંડી કોર્ટે રાહુલ ગાંધી વિરુધ્ધ આરોપ નક્કી કર્યા છે. આજરોજ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં હતા ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું નિર્દોષ છું.

ઉલ્લેખનીય છે કે રાહુલગાંધીએ 6 માર્ચ 2014માં કથિત રીતે મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસના લોકોને જવાબદાર ઠેરવ્યાહતા. જે મામલે તેમની વિરુધ્ધ કેસ દાખલ થયો હતો. આ મામલે ભિવંડી કોર્ટેમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે કોર્ટે રાહુલ ગાંધી વિરુધ્ધ આરોપ નક્કી કર્યા છે.

You might also like