BHUમાં વિદ્યાર્થિનીઓ પર હુમલો સરકાર માટે શરમજનક બાબતઃ રાહુલ ગાંધી

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓની છેડતીને મામલે સુરક્ષાની માંગ કરી રહેલ વિદ્યાર્થિનીઓ પર થયેલા લાઠીચાર્જને લઈને વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતરી આવ્યાં છે. ત્યારે વિદ્યાર્થિનીઓ પર થયેલા આ હુમલા અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “જે વિદ્યાર્થિનીઓ પોતાની સુરક્ષાની માંગ કરી રહી છે. તેની વિરુદ્ધ જ પોલીસ કેસ થાય તે એક શરમજનક બાબત છે. શું સુરક્ષાની માંગ કરવી એ કોઇ ગુનો છે. વિદ્યાર્થીનિઓને માર મારવો એ ભાજપની જ ફિલોશોપી છે. વિદ્યાર્થિનીઓ પર હુમલો એ ભાજપ સરકાર માટે સૌથી મોટી શરમજનક બાબત છે.”

BHUમાં વિદ્યાર્થિનીઓ પર થયેલા હુમલા અંગે રાહુલનું નિવેદન
જે વિદ્યાર્થિનીઓ પોતાની સુરક્ષાની માંગ કરે તેનાં પર જ પોલીસ કેસ થાય તે શરમજનક છેઃ રાહુલ
માર મારવો તે ભાજપની ફિલોસોફી છેઃ રાહુલ
મહિલાઓની સુરક્ષાની મોટી-મોટી વાતો જ કરે છે મોદી સરકારઃ રાહુલ
મોદીએ તુરંત આ મુદ્દે એક્શન લેવું જોઇએઃ રાહુલ

You might also like