PM પર રાહુલનો પલટવાર- યુવાનોને રોજગાર આપવા વિશે કેમ કઇ ના બોલ્યા મોદી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવના દરમિયાન લોકસભાને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં PM મોદીએ કોંગ્રેસ પાર્ટી અને પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો. PMના સંબોધન પછી, રાહુલ ગાંધીએ તેમના પર ઉગ્રતાથી હુમલો કર્યો. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે બધા તેમના ભાષણ સાંભળવા માંગીએ છીએ, અમને ઘણા પ્રશ્નો છે જેમાં આંધ્ર પ્રદેશનો મુદ્દો હતો અને રાફેલ ડીલનો મુદ્દો હતો. રાફેલ ડીલમાં કંઈક ખોટું થયું છે.

રાહુલ ગાધીએ જણાવ્યું હતું કે PMએ લોકસભામાં 1 કલાકથી વધારે સંબોધન કર્યું પણ રાફેલ ડીલના મુદ્દા પર કોઇ ચર્ચા કરી નથી. રાહુલે જણાવ્યુ્ં કે PMએ લોકસભામાં પ્રચાર તરફ કોઇ વાત નથી કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડા પ્રધાને દેશને એક વર્ષમાં 2 કરોડ યુવાનોને રોજગાર આપવા કહ્યું હતું, પરંતુ તે થયું નથી. ખેડૂતોની મદદ વિશે મોદી માત્ર વાંસ અને મધમાખી વિશે વાત કરે છે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભામાં દરેક વખતે ભાષણ થાય છે જે ભાષણ કોંગ્રેસ, તેમના નેતાઓ અને મોદીજી વિશે હોય છે. પરંતુ જે પ્રશ્નો દેશની સામે ઉભા છે તેનો કોઇ જવાબ આપી શકતું નથી. રક્ષામંત્રી કહે છે કે અમે નથી જણાવીશું, આ એક સીક્રેટ ડીલ છે, PMને એક કલાક માટે ભાષણ આપ્યું, શહીદો વિશે વાત થઇ, પરંતુ PM મોદીએ પોતાના ભાષણમાં એક પણ શબ્દ બોલ્યા નહીં.

શું PMએ તેના માટે કેબિનેટની મંજૂરી લીધી કે નહીં. PMએ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત કરી હતી, પરંતુ જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે PM મોદી તેમને બચાવી રહ્યા છીએ. 2014 માં વડાપ્રધાન બન્યા તે પહેલાં તેમણે છેલ્લા 70 વર્ષથી વાત કરતા હતા, પરંતુ આજે તે દેશના વડાપ્રધાન છે કદાચ તે આ હકીકત ભૂલી ગયા છે. કોંગ્રેસ વિશે વાત કરવી ખોટું નથી, પરંતુ તે વાત તમે રેલીમાં કરો સદનમાં ખાલી દેશને જવાબ આપો.

You might also like