દેશની દિકરીઓને ન્યાય અપાવવા માટે ત્વરિત પગલાં લો PM મોદી: રાહુલ ગાંધી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં 17 વર્ષની દુષ્કર્મકાંડ આચરાયા બાદ મહિલા સંગઠનોથી માંડીને વિરોધી પાર્ટીઓનો દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે, પૉલિટિકલ પાર્ટી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા રમત જગતના સેલિબ્રેટીએ પણ સોશ્યલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે, અને દુષ્કર્મ આચાર્યા આરોપીને કડકથી કડક સજા થાય તેવી માંગણી પણ કરી રહ્યા છે.

તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં નાની બાળકીઓ સાથે થઇ રહેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે મોદી સરકારની આકરી નિંદા કરી છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી કહ્યું, ”2016માં 19,675 સગીર બાળકોની સાથે દુષ્કર્મના કેસ નોંધાવવા શરમજનક બાબત છે. તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે જો વડાપ્રધાન પીડિતાઓને ન્યાય અપાવવા માટે ગંભીર હોય તો તેમણે આવા કેસોનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ અને દોષિતોને કડક સજા અપાવવી જોઈએ.”

 

આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કઠુઆ અને ઉન્નાવ રેપ મામલામાં પર ચુપ્પી તોડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ”દેશની દિકરીઓને જરૂરથી ન્યાય મળશે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે, દોષીઓને આકરી સજા મળશે. આપણી દિકરીઓને ન્યાય મળશે.” જોકે આ ઘટના બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યકત કર્યો હતો અને સાથે જ ટ્વીટમાં પૂછ્યું કે ”છેવટે ક્યારે પીડિતાઓને ન્યાય મળશે?”આ પહેલા ગુરુવારે અડધી રાત્રે રાહુલ ગાંધીએ આ બંને ઘટનાઓની વિરોધમાં ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ નીકાળી હતી.

You might also like