ICCએ ‘ધ વોલ’ને ભ્રષ્ટાચાર પર નજર રાખવાની જવાબદારી સોંપી

દુબઈઃ ભારતના મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ-‘ધ વોલ’ને આઇસીસીની નવા નિમાયેલા ભ્રષ્ટાચાર વિરોધી ગ્રૂપમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. આ પગલું આઇસીસીની ઇન્ટિગ્રિટી વર્ગ પાર્ટીની ભલામણો બાદ ભરવાનું આવ્યું છે. આઇસીસીના જણાવ્યા અનુસાર આ ગ્રૂપમાં કાર્યકારી સમિતિના ચેરમેન સામેલ હશે, જેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ, કાયદા નિષ્ણાત લૂઈ વેસ્ટન અને સ્વતંત્ર ભ્રષ્ટાચાર વિરોધી સલાહકાર જોન એબોટ પણ સામેલ છે.
ભ્રષ્ટાચાર વિરોધી એકમના ચેરમેન સર રોની ફ્લાનાગન અને આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસન પણ ગ્રૂપના સભ્ય હશે. રાહુલ દ્રવિડ હાલ બાંગ્લાદેશમાં રમાઈ રહેલા અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમને કોચિંગ આપી રહ્યો છે.

You might also like