Race 3માં અદ્ભુત છે જેકલીનના ડાન્સ મૂવ્સ…

જેકલીન ફર્નાન્ડીઝે ‘રેસ-૩’ના સોંગ ‘હિરિયે…’માં પોતાના ડાન્સ માટે ખૂબ જ પ્રશંસા મેળવી છે. આ ગીતમાં સલમાન ખાન સાથે ડાન્સ કરતાં તેના મૂવ્સ તેના પ્રશંસકોમાં વધારો કરે છે. એક વાર ફરી જેકલીન અત્યંત ગ્લેમરસ રૂપમાં દર્શકો સામે આવી છે. આ ગીતમાં જેકલીનની ઘણા પ્રકારની નૃત્યશૈલી દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે અને તેમાં પોલ ડાન્સ પણ સામેલ છે. જે સહજતાથી તે પોલ ડાન્સ કરે છે તેના પરથી જાણ થાય છે કે તેના માટે તેણે કેટલી મહેનત કરી હશે.

આ પહેલાં તે ‘જેન્ટલમેન’ ફિલ્મમાં પણ પોલ ડાન્સ કરતી જોવા મળી હતી. એ સમયે કરેલો અભ્યાસ પણ તેને કામ લાગ્યો હશે. આ ગીતમાં પણ તે ખૂબ જ હોટ લાગી રહી છે. સફેદ રંગના સેક્સી ડ્રેસમાં તેણે પોતાના ફિગર પર ખૂબ જ મહેનત કરી છે, તેની મહેનત સ્પષ્ટ દેખાય છે. જેકલીન હંમેશાં અત્યાર જેટલી ફિટ અને હોટ ન હતી, પરંતુ તેણે ફિટનેસ માટે ખૂબ જ મહેનત કરી તેનો ફાયદો મળ્યો. આજે હોટ અભિનેત્રીઓમાં તેની ગણતરી થઇ રહી છે.

મૂળ શ્રીલંકાની જેકલીન હંમેશાં એક એન્ટરટેઇનર બનવા ઇચ્છતી હતી, પરંતુ બોલિવૂડમાં આવતાં પહેલાં આ ખ્યાલ ક્યારેય તેના મનમાં આવ્યો ન હતો. તે કહે છે કે હું નાની હતી ત્યારે એક એન્ટરટેઇનર બનવાનું સપનું જોતી હતી. હું વાર્તાઓ સંભળાવવા ઇચ્છતી હતી, મારી આજુબાજુના લોકોને હસાવવા ઇચ્છતી હતી. મારા માટે ફિલ્મો સાથે તેને કોઇ લેવાદેવા ન હતી.

એક એન્ટરટેઇનર બનીને શુદ્ધ આનંદ લેવામાં મને રસ હતો. મારા આ જ સપનાએ આગળ જતાં મને ફિલ્મો તરફ ખેંચી. મેં છ વર્ષની ઉંમરમાં એન્ટરટેઇનર બનવાનું નક્કી કર્યું હતું, પરંતુ હું મારાં માતાપિતાને તે જણાવતાં ડરતી હતી, કેમ કે તે અપરંપરાગત કરિયર હતી. હું ભાગ્યશાળી છું કે મને મારાં માતા-પિતાનું હંમેશાં સમર્થન મળ્યું.

You might also like