Qatar એરવેઝે સઉદી અરબની તમામ ઉડ્યનો રદ્દ કરી દીધી

દુબઇ : કરત એરવેઝે સઉદી અરબની પોતાની તમામ ઉડ્યનો સ્થગિત કરી દીધી છે. કતરે સઉદી અરબ સહિત 4 દેશોનાં તેનાં કૂટનીતિ સંબંધ બંધ કરવાની આજની જાહેરાત બાદ આ પગલું ઉઠાવ્યું છે. કતર એરવેજે પોતાની અધિકરીક વેબસાઇટ પર આ માહિતી આપી હતી.

સઉદી અરબ,બહેરીન, ઇજીપ્ત, યમન અને સંયુક્ત અરબ અમિરાતે આતંકવાદીઓને સમર્થન કરવાનાં આરોપમાં કતર સામે કૂટનીતિક સંબંધો પુરા કરવા માટેની જાહેરાત કરી છે. સઉદી અરબની સરકાર સમાચાર એજન્સીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, કતાર પર આતંકવાદી સમૂહો અને હિંસા ફેલવનારા વિચારોનું સમર્થન કરવાનો આરોપ લાગ્યો છે.

નિવેદનમાં જણાવાયું કે કતરે મુસ્લિમ બ્રદરહૂડ, ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદા સહિત ઘણા આતંકવાદી અને કટ્ટરપંથી સમૂહોને આશ્રય આપ્યો છે. જેનાં કારણે ક્ષેત્રીય સ્થિરતાને નુકસાન પહોંચી શકે છે.

You might also like