Q4માં બિઝનેસ સેન્ટિમેન્ટ ખરાબ રહેવાની RBIને આશંકા

મુંબઇ: નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ચોથા ત્રિમાસિક સમયગાળામાં નબળી માગના કારણે ‘ઓવરઓલ બિઝનેસ સેન્ટિમેન્ટ’ ખરાબ રહેવાની આશંકા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઇન્ડસ્ટ્રીઝ આઉટલુક સર્વેમાં આ પ્રકારનું અનુમાન વ્યક્ત કર્યું હતું. નબળી માગના પગલે ઓર્ડર બુકિંગ અને ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે એટલું જ નહીં કાચા માલના ભાવમાં થયેલા વધારાના કારણે ચીજવસ્તુઓની ઉત્પાદન પડતર પણ વધી છે અને તેના કારણે પ્રોફિટ ઓફ માર્જિનમાં પણ ઘટાડો નોંધાઇ શકે છે.

આરબીઆઇએ સર્વેમાં ૧૨૨૧ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સામેલ કરી હતી. નોંધનીય છે કે નવેમ્બરની શરૂઆતમાં નોટબંધીના પગલે દેશમાં નાના અને મધ્યમ કદના એકમો સહિત કોર્પોરેટ કંપનીઓને પણ રોકડની ક્રાઇસિસના પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેના કારણે કારોબારને પણ તેની સીધી અસર થઇ હતી.
http://sambhaavnews.com/

You might also like