VIDEO: થલતેજ ખાતે ફિલ્મ “પદ્માવત”નો વિરોધ, PVR સિનેમામાં તોડફોડ, અનેક વાહનોને આગચંપી

અમદાવાદઃ ફિલ્મ “પદ્માવત”નો દેશભરમાં આજે ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં આવેલા PVR સિનેમામાં ટોળાએ ભારે પથ્થરમારો કર્યો છે તેમજ પદ્માવતનાં વિરોધને લઇ ટોળાંએ અનેક બાઇકો પણ સળગાવી હતી.

આ સિવાય ટોળાંએ અનેક વાહનોનાં કાચ પણ તોડી નાખ્યાં હતાં. તેમજ પદ્માવતનાં વિરોધમાં ટોળાએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે પથ્થરમારો પણ કર્યો છે. જેને લઇ અહીં ઘટનાસ્થળે આ મામલો ઠંડો પાડવા માટે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

અમદાવાદનાં PVR સિનેમામાં પથ્થરમારો
ફિલ્મ “પદ્માવત”નાં વિરોધમાં ટોળાએ કર્યો પથ્થરમારો
અનેક વાહનોને કરાઇ આગચંપી, PVR સિનેમામાં ભારે તોડફોડ

You might also like