Categories: Dharm

પુષ્ટિમાર્ગનું પવિત્ર સ્વરૂપ

શ્રી નવનીતપ્રિયજી એટલે જેમને હંમેશાં તાજું માખણ પ્રિય છે. દ‌િક્ષણ ભારતમાં ઉદ્ભવેલું આ નાનું ધાતુ-સ્વરૂપ પુષ્ટિમાર્ગમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમના જમણા હાથમાં માખણનો ગોળ અને ડાબો હાથ પૃથ્વી પર ટેકવાયેલો છે. તે જ પ્રમાણે જમણો પગ પૃવી પર તેમ જ ડાબો પગ ઘૂંટણ પર પૃથ્વી પર છે. આ સ્વરૂપ બાલકૃષ્ણના સ્વરૂપ જેવું જ છે. તેમનું મહત્ત્વ એ છે કે ઘણી વખત તેમનો ઉપયોગ શ્રીનાથજીના પૂરક તરીકે થાય છે. જોકે તેમનો સમાવેશ સપ્તનિધિમાં થતો નથી. શ્રી વિઠ્ઠલનાથજીએ આ સ્વરૂપ તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગિરિધરજીને આપ્યું હતું. તે પાછળથી તેમણે સૌથી નાના પુત્ર ગોપીનાથજીને આપેલ. નંદમહોત્સવ, દિવાળી, અન્નકૂટ તેમજ ડોલ જેવા મહત્ત્વના ઉત્સવના દિવસોએ શ્રીનાથજીના બદલે તેઓ સ્થાન શોભાવે છે. હવેલીમાં ગોવર્ધન પૂજા ચોકથી આચાર્યશ્રીની બેઠક તરફ જતાં શ્રીકૃષ્ણ ભંડાર સામે મંદિર આવેલું છે.

શ્રીમદ્ વલ્લભાચાર્ય પૃથ્વી પરિક્રમા દરમિયાન એક વખત મહાવન ગોકુળમાં પધાર્યા. ત્યાં એક ક્ષત્રિય સ્ત્રીએ આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને સોંપ્યું. આ ક્ષત્રિય સ્ત્રી યમુનાજીમાં જળ ભરવા ગયાં ત્યારે તેમના પાત્રમાં નવનીતપ્રિયજી પધાર્યા હતા. મહાપ્રભુજીએ શ્રી નવનીતપ્રિયજીને ગજજનધાવનને સોંપ્યા.

આગ્રા નિવાસી ગજજનધાવન ક્ષત્રિયને નવનીતપ્રિયજીનો સાક્ષાત્કાર થતો. નવનીતપ્રિયજી તેમની સાથે બાળક્રીડા કરતા અને ક્ષણવાર પણ તેમનાથી અલગ ન રહેતાં. એક દિવસ નવનીતપ્રિયજીએ ભક્ત ગજજનધાવનને શ્રી મહાપ્રભુજી પાસે જવાની આજ્ઞા આપી. ગજજનધાવન તેમને ગોકુળમાં લાવ્યા અને શ્રી મહાપ્રભુજીને સોંપી દીધા. શ્રી મહાપ્રભુજીએ તેમની યોગ્ય સેવા કરી. ત્યારબાદ શ્રી મહાપ્રભુજી અડેલમાં તેમની સાથે પધાર્યા.

શ્રી નવનીતપ્રિયજી શ્રી મહાપ્રભુજીના પરમ આરાધ્યા સ્વરૂપ રહ્યા છે. તેઓ હંમેશાં તેમની સાથે રહેતા. દ્વિતીય પૃથ્વી પરિક્રમા વખતે શ્રી નવનીતપ્રિયજી તેમની સાથે જ હતા. તેઓને તિલકાયતના ઘરના ઠાકુર માનવામાં આવે છે.

તેઓ શ્રીકૃષ્ણના બાલભાવના સ્વરૂપમાં છે. તેમના હાથમાં રહેલો માખણનો ગોળો સૂચવે છે કે, ભક્તોનું મન મારા હાથમાં છે. પૃથ્વી પર રહેલો હાથ દુષ્ટોનું દમન કરીને પૃથ્વી પરનો ભાર મિટાવવાનું સૂચન કરે છે. પુષ્ટિ સંપ્રદાયમાં આ પ્રથમ સ્વરૂપ છે જેના નેત્રમાં અંજન આંજવામાં આવતું નથી, કારણ કે તેમના નેત્ર સદાય અંજાયેલાં જ રહે છે. તેમનું મંદ મુસ્કાનવાળું બાલસ્વરૂપ સર્વદા ભક્તોને આકર્ષણરૂપ છે. નિત્ય નવનીત પ્રિય હોવાથી શ્રી નવનીતપ્રિય કહેવામાં આવે છે.

બાલભાવને કારણે સવારમાં મંગલા અને રાજભોગ દર્શન થાય છે. સાંજે ઉત્થાપન, ભોગ અને આરતી ત્રણે દર્શન થાય છે. શયનનાં દર્શન વર્ષમાં ૬૦ દિવસ જ થાય છે. જેમાં વસંતપંચમીથી ડોલોત્સવ સુધીના ૪૦ દિવસ અને દશેરાથી દિવાળી સુધી ર૦ દિવસ દર્શન થાય છે. તેઓ શ્રીનાથજીની ખૂબ સમીપ છે. •

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

17 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

17 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

17 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

17 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

17 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

17 hours ago