ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલના ‘પંજાબી છોલે’

સામગ્રી :-

200 ગ્રામ કાબુલી ચણા
4 નંગ ક્રશ કરેલી ડુંગળી
3 નંગ ટમેટાની પ્યુરી
3 નંગ લીલા મરચા
10 કળી લસણ
1 ટે.સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
2 ટે.સ્પૂન કોથમીર સમારેલી
1 ટી.સ્પૂન લાલ મરચું
1/2 ટી.સ્પૂન હળદર
1 ટી.સ્પૂન ધાણાજીરુ પાઉડર
1 ટી.સ્પૂન ગરમ મસાલો
1 ટી.સ્પૂન આમચૂર પાઉડર
1 ટી.સ્પૂન છોલે મસાલો
2 ટે.સ્પૂન તેલ
1 ટે.સ્પૂન ઘી
ચપટી હીંગ
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-

કાબુલી ચણાને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને પ્રેશરકૂકરમાં 1 ગ્લાસ પાણી સાથે ચપટી મીઠું નાખી બાફી લો. ત્યારબાદ એક પૅનમાં તેલ તથા ઘી નાખી ગરમ કરો. તેમાં ચપટી હિંગ ઉમેરો અને ડુંગળીની પેસ્ટ નાખી 2 થી 3 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં આદુ, મરચા, લસણની પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળી ટમેટો પ્યુરી ઉમેરો. ફરી 2 થી 4 મિનિટ સાંતળો. તેલ છૂટું પડે એટલે ગરમ મસાલો, આમચૂર પાઉડર,લાલ મરચુ, હળદર, ધાણાજીરુ પાઉડર, છોલે મસાલો ઉમેરો. થોડીવાર હલાવી બાફેલા ચણા (જો ગ્રેવી કરવી હોય તો સાથે 2 થી 3 ટેબલ સ્પૂન પાણી નાખો) ઉમેરો. હલાવી 3 થી 4 મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો. ઉપરથી સમારેલી કોથમીર નાખી ઢાંકી દો.

You might also like