પંજાબ યુનિ.માં JNUવાળીઃ દેશવિરોધી પોસ્ટર્સ લાગ્યાં

પટિયાલા: પટિયાલાની પંજાબ યુનિવર્સિટીમાં ગઈ કાલે દેશ વિરોધી પોસ્ટર લાગેલાં જોવા મળતાં વિવાદ સર્જાયો છે. જેમાં આક્ષેપ થયો છે કે પંજાબ વિદ્યાર્થી યુનિયન (લલકાર) અને ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશને આવા પોસ્ટર લગાવ્યાં છે. જેમાં કાશ્મીરને આઝાદ કરવા, ભારતીય શાસકો દ્વારા દગાબાજીથી કાશ્મીર પર કબજો જમાવવા, ભારતીય સેના પર આતંકવાદી વિરોધી કાર્યવાહી કરવાનાં બહાને કાશ્મીરી મહિલાઓ પર બળાત્કાર કરવા જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા દિલ્હીની જેએનયુ યુનિવર્સિટીમાં પણ દેશ વિરોધી નારાબાજી થઈ હતી. વિદ્યાર્થી યુનિયને કાશ્મીરની આઝાદી માટે માર્ચ કરવાનું એલાન કર્યુંં છે.

આવાં પોસ્ટર લગાવનારા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં પેમ્ફલેટનું પણ વિતરણ કર્યું હતું. જેમાં આઠમી સપ્ટેમ્બરે પંજાબ યુનિવર્સિટીમાં કાશ્મીરની આઝાદીના સમર્થનમાં કાઢવામાં આવનારી માર્ચમાં સામેલ થવા અપીલ કરી છે. આ માર્ચ માટે યુનિવર્સિટીના સત્તાવાળા પાસેથી સંગઠને કોઈ પરમિશન લીધી નથી. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દવિંદરસિંહે જણાવ્યું હતું કે અમને આ બાબતે એક સમાચાર સંસ્થા દ્વારા જાણકારી મળી છે.

You might also like