IPL-10: પંજાબની જીત, પ્લે ઓફમાં પહોંચવાના આશા જીવંત, બેંગ્લોરનો પરાજય

IPL-10: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને કિંગ્સ ઇલેવન પંજાબે 19 રનથી હરાવ્યુ. 139 રનનો લક્ષાંક પુરો કરતા બેંગલુરૂ 119 રન કરી ઓલઆઉટ થઇ ગઇ હતી. બેંગલુરુના મનદિપ સિંહે 46 રન, પવન નેગી 21 રન, ડી વિલિયર્સ 10, વિરાટ કોહલી 6 અને વોટસને 3 રન બનાવ્યા હતા.

પંજાબના બોલર સંદીપ શર્માએ અને અક્ષર પટેલે 3-3 વિકેટ ઝડપી પાડી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 7 વિકેટે 138 રન બનાવ્યા હતા. પંજાબે જીત મેળવતા પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. પંજાબના પોઇન્ટ ટેબલમાં 10 મેચમાં 10 પોઇન્ટ થઇ ગયા છે. જે પાંચમાં સ્થાને પહોંચી ગઇ છે.

આગામી મેચ 6મે પ્રથમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ વચ્ચે 4:00 કલાકથી સાંજે હૈદરાબાદમાં છે. બીજી દિલ્હી ડેરડેવિલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે 8:00 કલાકથી રાત્રે દિલ્હીમાં મુકાબલો ખેલાશે.

You might also like