PUC કેન્દ્ર પરથી પણ હવે ઈન્સ્યોરન્સ ઉતરાવી શકાશે

મુંબઇ: પોલ્યુશન અંડર કંટ્રોલ-પીયુસી સેન્ટર પર મોટર વાહનોનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઊતરાવી શકાશે એટલું જ નહીં અન્ય સેન્ટરો ઉપરથી પણ ઇન્સ્યોરન્સ ઊતરાવી શકાશે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી હાલના નિયમોમાં રાહત આપી શકે છે.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૯૨મી બેઠકમાં ઇન્સ્યોરન્સ એજન્ટની નિયુક્તિના નિયમોમાં વધુ ફેરફાર કર્યો છે. ઇન્સ્યોરન્સ સેન્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે વાહનચાલકોને ઇન્સ્યોરન્સ ઉતારવો સરળ પડે તે માટે ઇન્સ્યોરન્સ ઓથોરિટી દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ માટે ઇરડા ફિક્સ કિંમત પર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પોલિસી વેચવા માટે અરજકર્તાઓને મંજૂરી આપવાની શરતોમાં રાહત આપી શકે છે. આ દરખાસ્તને બેઠકમાં મંજૂરી પણ આપી છે.

You might also like