Categories: Tech Trending

Facebook ની સાથે ઘરે બેઠા કરી શકો છો કમાણી, જાણો પુરી વિગત..

અત્યાર સુધી તમે ફેસબુકનો ઉપયોગ માત્ર સ્ટેટસ અપડેટ અને પોતાના વિચાર વ્યક્ત કરવા માટે કરી રહ્યાં હતા. પરંતુ હવે ફેસબુક દ્વારા તમે કમાણી કરી શકશો.

ફેસબુકે એક નવી સેવા શરૂ કરી છે. જેમાં તમે યૂ-ટયૂબની જેમ જ પૈસાની કમાણી કરી શકો છો. જો કે અહીં તમારે વીડિયો અપલોડ નથી કરવાની, જાણો સંપૂર્ણ વિગત…

ફેસબુક દ્વારા ‘ઇન્સટન્ટ આર્ટિકલ’ નામની નવા સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ મેળવવા તમારી પોતાની વેબસાઇટ હોવી જરૂરી છે. વેબસાઇટ જો હોય તો જ તમે આ સેવાનો લાભ લઇ શકો છો.

સ્ટેપ : 1 સૌથી પહેલા તમારે ફેસબુક પર લોગ ઇન કરવાનું છે. એક વિન્ડોમાં તમારે પોતાનું લોગ ઇન કર્યા બાદ તમારે instantarticles.fb.com પર જવાનું છે. જ્યાંતમારે સાઇન અપ કરવાનું રહેશે.

સ્ટેમ્પ 2 : જ્યારે તમે સાઇન અપ કરશો કે સીધુ તમારું ફેસબુક એકાઉન્ટ દેખાશે. અહીં તમને પેઇજ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

સ્ટેપ : 3 જયારે તમે આ સેવા માટે પોતાના ફેસબુક પેઇજને સિલેકટ કરશો. ત્યારબાદ તમારા આર્ટીકલ ઇમ્પોર્ટ કરવાના હોય છે. જો તમે વર્ડપ્રેસ પર પોતાની વેબસાઇઠ બનાવી છે, તો તમને ‘Instant Articles for WP’ પ્લગ ઇન ઇસ્ટોલ કરવું પડશે.

સ્ટેપ 4 : હવે તમારે તમારી સાઇટને તેનાથી કનેકટ કરવી પડશે. જેના માટે ફેસબુક પેઇજ પર ‘પબ્લિશિંગ ટૂલ’ ઓપ્શન પર જવાનું રહેશે. અહીં તમને ‘કનેકટ યોર સાઇટ’ ઓપ્શન મળશે. તમારે આરએસએસ ફીડ ને કોપી કરીને પોતાના સાઇટના હેડર પર નાંખવાનું રહેશે.

સ્ટેપ 5 : જ્યારે તમારી સાઇટ આની સાથે કનેકટ થઇ જશે. તમારે ઓછામાં ઓછા 10 આર્ટિકલ રિવ્યુ માટે સબમીટ કરવાના રહેશે. તેની માટે ‘Congfiguration’ જઇને ‘Submit for Review’ પર જવું પડશે.

સ્ટેપ 6: જ્યારે તમારું ફેસબુકથી એપ્રુવલ આવી જશે. ત્યાર બાદ ઇન્સટેન્ટ આર્ટિકલ પબ્લિશ માટે તમારા ફેસબુક પેજ પર નવી પોસ્ટ કંપોઝ કરવી પડશે. તેમાં તમારા સંબંધિત આર્ટીકલની લિન્ક એડ કરવાની રહેશે અને તેને શેર કરો.

કેટલી કમાણી થશે : યૂટયૂબની જેમ ફેસબુક પણ તમને ત્યારે પૈસા મોકલશે જ્યારે તમારા એકાઉન્ટમાં 100 ડોલર હશે. ત્યારે તમને ઓછામાં ઓછા 6500 રૂપિયા મળશે.

ફેસબુકના આ પોગ્રામની સાથે સૌથી સારી વાત એ છે કે આમાં કોઇ થર્ડ પાર્ટીનો સમાવેશ નથી કરવામાં આવ્યો. તમારે તમારું ફેસબુક પેજ જ તમારી વેબસાઇટ સાથે લિન્ક કરવાનું રહેશ અને ત્યારબાદ તમે આસાનાથી ઇન્સટેન્ટ આર્ટિકલ દ્વારા કમાણી કરી શકો છો.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago