પબ્લિક રિવ્યૂ: જોની ડેપ-પાઈરેટ્સ ફરી છવાયા

ફિલ્મમાં સ્ક્રીન પ્લે ઘણો સરસ છે અને એક્શન સિક્વન્સ શાનદાર રીતે શૂટ કરવામાં આવ્યાં છે. જોની ડેપે જોરદાર એક્ટિંગ કરી છે.ફિલ્મમાં રોમાંચક દૃશ્ય દર્શવાયાં છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.કુંતલ પ્રજાપતિ,ગોતા
ડાયરેક્ટર એસ્પેન સેન્ડબર્ગે સમુદ્રનાં એક્શન સીન્સમાં ઘણી મહેનત કરી છે અને ભરપૂર એક્શન જોવા મળે છે તથા પોલ કેમરુનની સિનેમેટોગ્રાફી જોવા લાયક છે. એક વાર ચોક્કસ જોવા જેેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. વીરલ તાવિયાડ, વાસણા

પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન્સ ખૂબ સારી ફિલ્મ છે અને તેની સ્ટોરી મજબૂત છે. અા ઉપરાંત એક્શન, ગ્રાફિક્સ-સિનેમેટોગ્રાફી ખૂબ જ સરસ છે, તે શરૂઅાતથી અંત સુધી દર્શકોને જકડી રાખે છે. અા ફિલ્મને હું 4 સ્ટાર અાપીશપ્રશાંત વસાવા, બોપલ

ડિરેક્ટરનું અદ્ભુત કામ છે તેમજ સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારિફ છે અને એક્શન-વિઝ્યુઅલ્સ જોરદાર છે. સુપર હીરોના ચાહકોને ગમે તેવી આ ફિલ્મ છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.ગાઝી લુકમાન, સરખેજ

પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન્સમાં સિનેમેટોગ્રાફીની સાથે સાથે અલગ અલગ લોકેશન પણ શૂટ કરેલાં છે અને એક્શન સીન્સ પણ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યાં છે.ફિલ્મમાં સમુદ્રમાં ફાઈટ-એક્શન જોવાની મજા આવે છે. અા ફિલ્મને હું 4.5 સ્ટાર આપીશ.દીપક પાઠક, નવરંગપુરા

પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન્સનું કેમેરાવર્ક-સાઉન્ડ લાજવાબ છે, તેને જેવી ધારી હતી એટલી સારી ના લાગી, પરંતુ ફિલ્મમાં જોની ડેપ જોરદાર લાગે છે. ફિલ્મમાં અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશરચિત શાહ, સોલા
http://sambhaavnews.com/

You might also like