Public Review: ચાર બોલ્ડ ‘વીરે’ની બિન્દાસ્ત કહાની યંગસ્ટર્સને ગમી ગઈ

ફિલ્મની સિનેમેટોગ્રાફી, ડાયરેક્શન અને કાસ્ટિંગ સુંદર છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ છે જે તમને હસવા મજબૂર કરશે. ઓવરોલ ફિલ્મ જોવા લાયક છે. ફિલ્મનાં મ્યુઝિકમાં કંઇ ખાસ દમ નથી. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ,
ખુશબૂ પટેલ, ગાંધીનગર

સ્ટોરી ચાર ફ્રેન્ડસની છે જેઓ આધુનિક યુગમાં ખુશ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મની સ્ટોરી શ્રેષ્ઠ છે. કરીના કપૂર ખાન, સોનમ કપૂર, શિખા તલસાણિયા અને સ્વરા ભાસ્કરની એક્ટિંગ દમદાર છે હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ.
કોમલ શાહ, વસ્ત્રાપુર

મિત્રોની કેમિસ્ટ્રી એકદમ જબરદસ્ત છે. ફિલ્મમાં કેટલાક શાનદાર ડાયલોગ્સ છે તેમજ અનેક સીન તમને હસાવે પણ છે. ફિલ્મમાં દરેક કેરેક્ટરનાં જીવનને હજુ થોડા સારી રીતે બતાવ્યું હોત તો વધારે સારું રહેત.હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ
કલ્પિત પ્રજાપતિ, નારોલ

કરીના, સ્વરા, સોનમ અને શિખાએ પોતાનાં પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે દરેકની અલગ કહાણી ફિલ્મી પડદે દર્શાવવામાં આવી છે ફિલ્મમાં તમામ એક બિન્દાસ લાઈફ જીવે છે હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ
મનીષ પ્રજાપતિ, નારોલ

ડિરેક્ટર શશાંક ઘોષે સ્ટોરીને ખૂબ સુંદર રીતે પડદે દર્શાવી છે,ચાર મિત્રોનાં જીવનમાં અનેક ઉતાર ચડાવ આવે છે તેમ છતાં બધા એક બીજા સાથે રહે છે ફિલ્મ થોડી સ્લો ચાલે છે હજી સારી બની શકત. હું આ ફિલ્મને ૨.૫ સ્ટાર આપીશ
આતિશ ચૌધરી,શિવરંજની

આ ફિલ્મ યંગ જનરેશનને ખૂબ ગમશે. ચારેય મિત્રોના પાત્રોને સંઘર્ષ અને તેમની વચ્ચે થતા સંવાદો સાથે પોતાને કનેક્ટ કરી શકે તેવું લાગશે તમામની એકટિંગ વખાણવાલાયક છે હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ .
વીરલ દરજી, બોડકદેવ

You might also like