Categories: Entertainment

પબ્લિક રિવ્યૂ : તીન ફિલ્મ

તીન ફિલ્મ વર્ષ 2013માં રાઈટર ડિરેક્ટર ચુંગ ક્યુન સૂપની થ્રિલર ફિલ્મની રિમેક છે. અા ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેની અાઠ વર્ષની પૌત્રીના દાદાના રોલમાં ખરેખર પ્રાણ પૂર્યા છે. જ્યારે નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ પોતાના પાત્રને સારો ન્યાય અાપ્યો છે. વિદ્યા બાલને પણ નાના પણ મહત્વના રોલમાં પ્રાણ પૂર્યા છે. ફિલ્મનું વિઝ્યુઅલાઈઝેશન પણ ઘણું સારું રહ્યું છે. સંગીત પણ એકદંરે સારું છે. અા ફિલ્મને ત્રણ અંક અાપી શકાય.
અાયુષી જાની, ઘાટલોડિયા

કોલકાતાના બેઝમાં બનેલી ફિલ્મ તીનમાં અભિનયના શહેનશાહ અમિતાભ બચ્ચને ખરેખર એક વૃદ્ધની ભૂમિકાને ન્યાય આપ્યો છે. પોલીસ અધિકારી અને બાદમાં સાધુ બની જનાર નવાઝુદ્દીનનો અભિનય પણ સારો રહ્યો છે. જ્યારે વિદ્યા બાલન પણ નાનો રોલ છતાં પોતાના અભિનયથી પ્રેક્ષકો ઉપર એક અનોખી છાપ છોડી છે. ફિલ્મનું સંગીત સુંદર લાગ્યું. જ્યારે ફિલ્મનાં મુખ્ય પાત્રોનાં નામ થોડા અટપટા લાગ્યાં. બાકી એકંદરે સરસ ફિલ્મ રહી. અા ફિલ્મને ત્રણ અંક અાપું છું.
હિમાંશુ પંડ્યા, વેજલપુર

ફિલ્મમાં અમિતાભ બચ્ચને પોતાની પૌત્રીના એક વૃદ્ધની ભૂમિકા ખૂબ સરસ રીતે ભજવી છે. તેની અસરકારક ભૂમિકાના કારણે ફિલ્મને વધુ બળ મળ્યું છે. હરફન મૌલા એવા નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ પોતાના પાત્રને ન્યાય અાપવામાં સારી મહેનત કરી છે. વિદ્યા બાલને પણ એઝ યુઝવલ પોતાની ભૂમિકાને વધુ સારી રીતે ભજવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખરેખર સરાહનીય રહી. અા ફિલ્મને ત્રણ અંક અાપી શકું.
અશોક ત્રિપાઠી, ગાંધીનગર

ફિલ્મમાં વૃદ્ધ દાદાના રોલમાં અમિતાભ બચ્ચનનો અભિનય ખૂબ સારો રહ્યો છે. પોતાની ગુમ થયેલી પૌત્રીને શોધવા માટે જે રીતના પ્રયત્નો કરે તે કાબિલે દાદ છે. વિદ્યા બાલનને તેના ટૂંકા રોલમાં પણ સારો અભિનય અાપ્યો છે. જ્યારે નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ એક સારા અદાકાર તરીકે પોતાની ભૂમિકાને સારો ન્યાય અાપ્યો છે. ફિલ્મનું સંગીત અને ડિરેક્શન પણ એકંદરે સારું હતું. ફિલ્મને ત્રણ અંક અાપું છું.
જિતેન્દ્ર પાઠક, એસ.જી. હાઈવે

થ્રિલર ફિલ્મમાં જે હોવું જોઈએ તે પ્રમાણે અા ફિલ્મે પ્રેક્ષકોને શરૂઅાતથી અંત સુધી જકડી રાખવામાં સફળતા મેળવી છે. ફિલ્મ અમિતાભ બચ્ચનના કારણે સારી રહી. જ્યારે વિદ્યા બાલન અને નવાઝુદ્દીન સિદ્દિકીએ પણ ખૂબ સારો અભિનય કર્યો છે. ફિલ્મનું સંગીત સારું લાગ્યું. અા ફિલ્મને હું 2.5 અંક અાપું છું.
સિદ્ધાર્થ પરમાર, નવરંગપુરા

ફિલ્મ તીનને થ્રિલર બનાવવા માટે ડિરેક્ટરે ખાસ જહેમત ઉઠાવી છે. જેમાં અભિનયના બેતાજ બાદશાહ અભિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને નવાઝુદ્દીન સિદ્દિકીએ પોતાના રોલને જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો છે તેમાં તે સફળ રહ્યાે છે. અા ઉપરાંત સિનેમેટોગ્રાફી, સંગીત સારાં રહ્યાં. અા ફિલ્મને હું ત્રણ અંક અાપું છું.
રાહુલસિંહ, નવરંગપુરા

divyesh

Recent Posts

IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા…

2 mins ago

Stock Market : સેન્સેક્સ અને નિફ્ટીમાં બંને તરફની વધ-ઘટ

અમદાવાદ: આજે શેરબજારમાં ખૂલતાંની સાથે જ સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ૧૧,૧૦૦ના આંકને વટાવવામાં સફળ રહી હતી, જ્યારે…

5 mins ago

પુરુષ બ્લડ ડોનરને પૂછવામાં આવશેઃ ‘તમે ગે તો નથી ને?’

મુંબઇ: બ્લડ ડોનેટ કરનાર ડોનરે હવે કેટલાક વધુ સવાલના જવાબ આપવા પડશે. આ સવાલ તેમના જાતીય જીવનને લઇ હશે, જેમ…

12 mins ago

ઈ-ટ્રાન્સપોર્ટઃ 60,000થી વધુ પેટ્રોલ પંપ, ઈ-ચાર્જિંગ સ્ટેશન માત્ર 350

નવી દિલ્હી: એક બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. બીજી બાજુ વાહનોથી થતું પ્રદૂષણ સતત વધી રહ્યું…

18 mins ago

ડ્રગ્સ છોડવા જેટલું જ મુશ્કેલ છે જંક ફૂડ છોડવું

ન્યૂયોર્ક: જંક ફૂડ છોડવાની અસર ડ્રગ્સ છોડવા જેવી થઇ શકે છે. મિ‌શિગન યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી છે. તેમાં કહેવાયું…

32 mins ago

શ્રાદ્ધમાં પિતૃઓને પસંદ પકવાન બનાવવાથી પિતૃ થાય છે પ્રસન્ન

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન…

41 mins ago