Public Review : આતંકવાદીના રોલમાં રાજકુમાર રાવની દમદાર એક્ટિંગ

હંસલ મહેતાનું ડિરેક્શન વખાણવાલાયક છે. ઓમારના પાત્રમાં રાજકુમાર રાવ પરફેક્ટ લાગે છે અને એવા અનેક સીન છે, જેમાં રાજકુમાર રાવ એકદમ અલગ અવતારમાં નજરે આવે છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ. ધ્રુવ ગુપ્તા, થલતેજ

ફિલ્મની સ્ટોરી સારી છે. ફિલ્મમાં રાજકુમાર રાવની એક્ટિંગ કમાલની છે. તેણે ખતરનાક આતંકવાદીનો રોલ સારી રીતે નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.જતન પાઠક, સાયન્સ‌‌ સિટી

સંગીત ઘણું સારું છે. સ્ક્રિપ્ટરાઈટિંગ પણ સારું કરવામાં આવ્યું છે. રાજકુમાર રાવ સિવાય બાકીના કલાકારોએ પણ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. અનુજ પ્રકાશ ધવને સિનેમેટોગ્રાફી સારી કરી છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.લુકમાન ગાઝી, સરખેજ

ફિલ્મની વાર્તા મજબૂત છે. ફિલ્મનાં ડાયરેક્શન-લોકેશન અને સિનેમેટોગ્રાફી સુંદર છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર બહુ જ સરસ છે. એવા અનેક સીન છે, જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે ફિલ્મમાં ઓમારને આટલો ખતરનાક આતંકવાદી બતાવાયો છે. હું ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ. નિકુંજ પઢા‌િરયા, મણિનગર

ઓમાર શા‌િહદ શેખ મુસલમાન પર થયેલા હુમલાનો બદલા લેવા માટે પહેલાં પાકિસ્તાન જાય છે અને ત્યાંથી ભારત (દિલ્હી)માં રહીને અનેક ઘટનાઓને અંજામ આપે છે. તે સીન ફિલ્મમાં સુંદર રીતે દર્શાવ્યાે છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.નીતિન પટેલ, શિવરંજની

રાજકુમાર રાવ દ્વારા ફિલ્મમાં બોલાયેલા ડાયલોગ વધુ આતંકવાદી રીતે સેટ થતા જોવા મળ્યા તેમજ અન્ય સ્ટાર્સ દ્વારા નિભાવવામાં આવેલા ફિરંગીના રોલે ઇમ્પ્રેસ કર્યો છે. રાજકુમાર રાવની એક્ટિંગ જોવા લાયક છે. હું આ ફિલ્મને ર.પ સ્ટાર આપીશ.નીરવ ચૌધરી, મણિનગર

You might also like