Public Review: રજનીકાંતના ચાહકોને ગમે તેવી ફિલ્મ

ફિલ્મમાં કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં રજનીકાંતની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ નાના પાટેકરે પણ તેનો રોલ બખૂબી સાથે નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
દિગેન સોની, બોપલ

પા. રણ‌િજતનું ડિરેક્શન વખાણવાલાયક છે. ફિલ્મમાં કોમેડી અને ગંભીર મુદ્દા બહુ સરળ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની ખાસિયત તેના ડાયલોગ છે. રજનીકાંત અને નાના પાટેકર બન્ને દરેક સીનમાં ખૂબ જ ડેશિંગ લાગે છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
દીવાન હસન, સરખેજ

ફિલ્મનું સંગીત ઘણું સારું છે. સ્ક્રિપ્ટરાઈટિંગ પણ સારું કરવામાં આવ્યું છે. બાકીના કલાકારોએ પણ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. રજનીકાંતએ કાલાનો રોલ બખૂબી પ્લે કર્યો છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
વિશાલ માલી, પ્રહ્લાદનગર

ફિલ્મની વાર્તા મજબૂત છે. સિનેમેટોગ્રાફી અને ડાયરેક્શનના મામલે ફિલ્મ કમાલની છે. ડાયલોગ યાદગાર લાગે છે. નાના પાટેકર જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે તે ચહેરા પર સ્માઈલ આપીને જાય છે. તેનો રોલ જોઈને ઘણું હસવું આવશે. ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
સાદિક શેખ, સરખેજ

ફિલ્મમાં અનેક એવી ક્ષણો છે, જે તમને ખડખડાટ હસાવશે. ફિલ્મમાં જ શાનદાર ડિરેક્શન કરાયું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી, લોકેશન, સ્કિપ્ટ, ડાયલોગ અને સ્ક્રીનપ્લે અને એક્શન કમાલના છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
યુવરાજ પરમાર, વસ્ત્રાપુર

સિનેમેટોગ્રાફી જોરદાર છે, સ્ક્રિપ્ટ સારી છે. રજનીકાંત-નાના પાટેકરની ટક્કરના સીન તથા ઍક્શન સીનથી પૈસા વસૂલ છે. હુમા કુરેશીએ કાલાની પૂર્વ પ્રેમિકાના રોલમાં સારી એક્ટિંગ કરી છે .હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
કિરણ વસૈયા, ગોતા

You might also like