પબ્લિક રિવ્યૂ: સિદ્ધાર્થ અને જેકલીનનાં દિલધડક સ્ટન્ટથી ભરપૂર ફિલ્મ

ફિલ્મનું ડિરેક્શન જબરદસ્ત છે. એક્શન સિક્વન્સ અને લોકેશન્સ કમાલનાં છે. મુશ્કેલ સીન માટે સિનેમેટોગ્રાફર્સની પણ પ્રશંસા કરવી પડશે. તેમણે ખૂબ સારી રીતે ફિલ્મને શૂટ કરી છે. ફિલ્મ એક એક્શન ફિલ્મ છે, હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.ઇન્દ્રજિત ચૌહાણ, સેટેલાઇટ

સિદ્ધાર્થ મલ્હોત્રા સૌથી વધારે એક્શન શૂટ કરે છે અને આ ફિલ્મમાં પણ તેમણે ગજબનાં એક્શન સિક્વન્સ કર્યાં છે. જેક્લીનનું કામ પણ સારું છે. આ ફિલ્મને વધારે રહસ્યમયી બનાવી શકાઇ હોત. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.પૃથ્વી ગોસ્વામી, મણિનગર

ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને થોડો બોર કરી શકે છે, પરંતુ સેકન્ડ હાફ દમદાર છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. એક્શન સીનને સારી રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં ભરપૂર એક્શન છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.તીર્થ બ્રહ્મક્ષત્રિય, એસ જી હાઇવે

ફિલ્મ જોઈ તમને ખબર પડી જ જશે કે એક્શન અને સ્ટંટ સીન માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીને ઘણી મહેનત કરી છે. સ્ક્રીન પ્લે હજુ વધુ સારો બની શકે તેમ હતો. ખાસ કરીને ક્લાઈમેક્સ ફિક્કો લાગે છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.સમૃદ્ધિ પટેલ, સેટેલાઈટ

ફિલ્મમાં જેક્લીનની એક્ટિંગ ઠીકઠાક છે. ફિલ્મમાં નેગેટિવ રોલ કરનારા સુનીલ શેટ્ટીએ ફરી સાબિત કરી બતાવ્યું કે તેના જેવો કોઇ એક્ટર નથી. ફિલ્મનું મ્યુઝિક સારું છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.દીપ પટેલ, બારેજા

ફિલ્મ એક્શન, થ્રીલ, કોમેડી અને દિલધડક સ્ટંટથી ભરપૂર છે. જેક્લીનનો રોલ પણ રસપ્રદ છે. જેકલીન પણ તેનાં સ્ટંટથી વખાણવાલાયક છે ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.હિરેન પટેલ, સરખેજ

You might also like