Public Review: શિક્ષણ જેવા ગંભીર વિષય પરની દમદાર ફિલ્મ

ફેવરિટ ફિલ્મસ્ટાર, ક્રિકેટર કે દોસ્તોને બર્થ-ડે વિશ કરતાં મેસેજ ભુલ્યા વિના મોકલતા કેટલા લોકોને તેમના ટીચરનો જન્મદિવસ કે તેની સાથે જોડાયેલી કોઈ વાત યાદ હશે? હૃદયના તાર ઝંકૃત કરતી ફિલ્મ ‘ચોક એન્ડ ડસ્ટર’માં અાવા જ કેટલાક સવાલો ડિરેક્ટર જયંત ગિલતરે ઉઠાવ્યા છે. શબાના અાઝમી, જુહી ચાવલા, દિવ્યા દત્તા જેવા કસાયેલા કલાકારોના અદ્ભુત અભિનયથી મઢેલી અા ફિલ્મ દરેક વ્યક્તિને તેના સ્કૂલ અને કોલેજના શિક્ષકોની મીઠી યાદ તાજી કરવા માટે મજબૂર કરી દેશે.

આપણી એજ્યુકેશન ‌સિસ્ટમ શું છે અને તેમાંથી આપણા ટીચર્સ અને પેરન્ટ્સ કઈ રીતે પસાર થાય છે તે બતાવવામાં આવ્યું છે. પ્રાઈવેટ સ્કૂલનો કોન્સેપ્ટ લઈને ફિલ્મ બનાવવામાં આવી છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ. : જનક પટેલ, રાણીપ

‘ચોક એન્ડ ડસ્ટર’ ફિલ્મ ખાનગી શાળાઓમાં શિક્ષકોના થતા શોષણ અને શિક્ષકોની દયાજનક હાલતને લઈને બનાવવામાં આવી છે. ડાયરેક્ટર જયંત ગિલાતરે એક નવો જ વિષય પસંદ કરીને ફિલ્મ બનાવી છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ. : ક્રિષ્ના પારેખ, નવરંગપુરા

શબાના આઝમી, જૂહી ચાવલા અને દિવ્યા દત્તાની એક્ટિંગ ખૂબ સારી છે. તાજેતરમાં ચાલતા શિક્ષણના મુદ્દાને લઈને ફિલ્મ બનાવવામાં આવી છે. ટ્રેલર કરતાં પણ મૂવી વધારે દમદાર છે. હું આ મૂવીને 4.5 સ્ટાર આપીશ. : રિપલ ત્રિવેદી, નવરંગપુરા

શિક્ષકો માટે ખાસ આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી લાઈન અને ‌સ્ક્રિપ્ટ ખૂબ દમદાર છે. દરેક સ્કૂલના શિક્ષકો અને ખાસ કરીને વાલીઓએ આ ફિલ્મ જરૂરથી એક વાર જોવી જોઈએ. સિમ્પલ સ્ટોરી પણ કંઈક ખાસ મેસેજ આપી જાય તેવી ફિલ્મ છે. હું અા ફિલ્મને 4 સ્ટાર આપીશ. : વૈશાલી શાહ, નવરંગપુરા

આપણે ઘણીવાર જીવનમાં શિક્ષકોનું મહત્ત્વ ભૂલી જતાં હોઇએ છીએ, પણ આ ફિલ્મ આપણને આપણા સ્કૂલ અને સ્કૂલ ટીચર્સની યાદ એક વાર તો અપાવી દેશે. ફિલ્મમાં દરેક કલાકારનો અભિનય બેસ્ટ છે. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ. : હાર્દિક સુથાર, રાણીપ

આ મૂવીનો કોન્સેપ્ટ બીજાં મૂવી કરતાં અલગ છે. ફિલ્મ જોતા સમયે તમને થોડા સમય માટે તમારા સ્કૂલ અને ટીચર્સની યાદ અપાવી દે છે. ગુરુર્બ્રહ્મા સોંગ ખૂબ સારી રીતે લોકો સામે મૂકવામાં આવ્યું છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ. : સચીન પટેલ, નરોડા

You might also like