Public Review: દમદાર સ્ટોરી, હર્ષવર્ધન કપૂરની એક્ટિંગ ઠીક

ફિલ્મમાં દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે દરેક પ્રયાસ કરતાં દર્શાવાયું છે. ફિલ્મમાં હર્ષવર્ધન કપૂરની એક્ટિંગ ઠીક છે તો બીજી તરફ પ્રિયાંશુ પેન્યુલીના અને આશિષ વર્માએ પણ તેમનો રોલ બખૂબી સાથે નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
પાયલ મકવાણા, ગાંધીનગર

વિક્રમાદિત્ય મોટવાણીનું ડિરેક્શન વખાણવાલાયક છે. ફિલ્મમાં હર્ષવર્ધન કપૂર સુપરહીરોના રોલમાં ફિલ્ટ બેસે છે. ફિલ્મની ખાસિયત તેના ડાયલોગ્સ છે તેમજ દરેક સીન ખૂબ જ જોવાલાયક છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
પૂજા ગજ્જર, નરોડા

ફિલ્મનું સંગીત ઘણું સારું છે. સ્ક્રિપ્ટરાઈટિંગ પણ સારું કરવામાં આવ્યું છે. તમામ કલાકારોએ પણ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. નિશિકાંત કામતે માફિયાનો રોલ બખૂબી પ્લે કર્યો છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
દર્શના રાઠોડ, ઓઢવ

ભાવેશ જોશીની વાર્તા મજબૂત છે. ફિલ્મમાં ત્રણેય યુવાનો વિચારે છે કે રાજકારણીઓ વચ્ચે રહેલા ભ્રષ્ટાચારથી લોકોને મુક્તિ અપાવવી છે. તે પછી ફિલ્મમાં જબરદસ્ત ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે. ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
ડેનિશ ગોલાણી,મણિનગર

ફિલ્મમાં અનેક એવી ક્ષણો છે, જેમાં સામાન્ય માણસની સમસ્યા સુંદર રીતે દર્શાવાઇ છે .ફિલ્મમાં જ શાનદાર ડિરેક્શન કર્યું છે. ફિલ્મનાં સિનેમેટોગ્રાફી- લોકેશન, સ્કિપ્ટ, ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે કમાલનાં છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
સાગર અયલાની, રાણીપ

સિનેમેટોગ્રાફી જોરદાર છે. સ્ક્રિપ્ટ સારી છે. આ ફિલ્મમાં હર્ષવર્ધનનું સુપરહીરોના રોલમાં શાનદાર પર્ફોર્મન્સ પણ જોઈ શકાય છે. મુંબઈનાં લોકેશન સારાં છે. ભ્રષ્ટાચાર સામે કેવી રીતે લડવું તે ફિલ્મમાં દર્શાવાયું છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
પ્રતીક સોલંકી, ચાંદખેડા

You might also like