VIDEO: વાધોડીયામાં બાળક ચોરની આશંકાએ યુવકને માર્યો ઢોર માર

વડોદરાઃ શહેરનાં વાઘોડીયામાં એક યુવકને દોરડાથી બાંધીને માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ શહેરનાં ગજાદરા વિસ્તારમાં એક અજાણ્યાં યુવકને બાળક ચોરની આશંકામાં સ્થાનિકોએ દોરડાથી બાંધીને ઢોર માર માર્યો હતો.

જો કે આ ઘટનામાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે તેમજ 10 લોકો વિરૂદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આ ઘટનાનાં અન્ય 7 ફરાર યુવકોની શોધખોળ પણ હાલમાં પોલીસ કરી રહી છે. જો કે આ યુવક ઓરિસ્સાનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે અને આ યુવકને તરસ લાગતા તે પાણી પીવા માટે મહિલાનાં ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન એકાએક આ સમગ્ર ઘટના ઘટી હતી.

ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. જેમ કે ગઇ કાલની ઘટનાની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ એક એવી ઘટના સામે આવી હતી. જેમાં ધૂલેમાં બાળકોનું અપહરણ કરનારી ગેંગની આશંકાએ ત્યાંનાં ગ્રામજનોએ 5 વ્યક્તિઓની હત્યા કરી નાખી હતી.

મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ બાળક ચોર ગેંગની આ અફવાને કારણે લોકો સાથે મારપીટની ઘટના થતી હોવાનાં અનેક વાર કિસ્સાઓ સામે આવતાં હોય છે. જેથી વડોદરાનાં વાઘોડિયામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં બાળક ચોરની આશંકાએ એક યુવકને દોરડે બાંધીને ઢોર માર મારવામાં આવે છે.

મહત્વનું છે કે વાઘોડિયાનાં ગજાદરા ગામે યુવક બાળકો ઉઠાવવા આવ્યો હોવાની આશંકાએ યુવકને દોરડે બાંધીને ઢોર માર માર્યાનાં બનાવમાં 3ની ધરપકડ કરવામાં આવી છે. ગજાદરા ગામનાં અનિલ પરમાર, ઘનશ્યામ પરમાર અને યોગેશ પરમારની વાઘોડિયા પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.

આ યુવકને માર મારનાર 10 લોકો સામે ગુનો પણ નોંધાયો છે. ફરાર 7ની હજી શોધખોળ પણ ચાલુ છે. યુવક પાણી પીવા માટે મહિલાનાં ઘરે જતા અચાનક લોકોએ માર મારવાનું શરૂ કરી દીધું હતું. ભોગ બનનાર આ યુવક ઓરિસ્સાનો રહેવાસી છે.

You might also like