PSIનાં ભાભીએ દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈનાં ભાભીએ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ લાઈનમાં આવેલી બિલ્ડિંગ નંબર બી-૩માં રહેતા અને ઝોન-રમાં રીડર તરીકે ફરજ બજાવતા ભરત પ્રધાનનાં ભાભી સ્મિતાએ અગમ્ય કારણસર દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાથી આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે.

પોલીસે પરિવારજનોની સાથે-સાથે આડોશપાડોશમાં રહેતા લોકોના પણ નિવેદન લીધા હતા. પોલીસને કોઈ ચોક્કસ કારણ કે સ્યુસાઈડ નોટ મળી નથી. સ્મિતા પ્રધાનના પતિનું અગાઉ અવસાન થયું હતું. તેઓ બે બાળકો સાથે ર૦૧૦થી રાંદેરમાં રહેતાં હતાં.

પીએસઆઇ માતા સાથે મંદિરે ગયા હતા અને ઘરે કોઈ નહોતું ત્યારે સર્વિસ રિવોલ્વરથી લમણાના ભાગે ગોળી ચલાવી આપઘાત કરી લીધો હતો, જેથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

You might also like