PSI બનવા યુવતી પાસેથી રૂ. ૨૭ લાખ પડાવી લઈ ઢોરમાર માર્યો

અમદાવાદ: વિરમગામ નજીક અાવેલા દોલતપુરાની રહીશ એક યુવતીએ પીએસઅાઈ બનવા રૂ. ૨૭ લાખ પડાવી લેનાર શખસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. અા યુવતીએ રૂપિયા પરત માગતા તેને ઢોરમાર મારવામાં અાવ્યો હતો.

અા અંગેની વિગત એ‍વી છે કે દોલતપુરાની રહીશ ભાવના પ્રકાશભાઈ પટેલે પીએસઅાઈની પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. અા વખતે સેદરડા ગામના રહીશ પ્રવિણ સેનમા નામના શખસના તે સંપર્કમાં અાવી હતી. પ્રવિણે પોતાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઓળખાણ હોય પીએસઅાઈની પરીક્ષામાં પાસ કરાવવાની માહિતી અાપી અા યુવતી પાસેથી તેણે રૂ. ૨૫ લાખ લીધા હતા. ત્યારબાદ રાજકોટમાં લેખિત પરીક્ષાનું હોવાનું જણાવી પ્રવિણ યુવતીને રાજકોટ લઈ ગયો હતો. જ્યાં તેની જગ્યાએ બીજાને પરીક્ષામાં બેસાડવાનું હોવાનું કહી બે કોરા ચેક પણ લઈ લીધા હતા.

અા પછી પ્રવિણ સેનમાએ ભાવનાને કહ્યું હતું કે જો તુ પરીક્ષામાં નપાસ થઈ તો તને પાસા કરાવવા માટે રૂ. બે લાખ અાપવા પડશે. અાથી યુવતીએ ફરી બે લાખ રૂપિયા અાપ્યા હતા. અાટલી રકમ અાપ્યા પછી પણ ભાવનાને નોકરીનો કોઈ ઓર્ડર ન મળતા તેણે પ્રવિણ પાસે પૈસાની કડક ઉઘરાણી કરી હતી. અાથી પ્રવિણે બે દિવસ અગાઉ ભાવનાને નોકરીનો ઓર્ડર લઈ જવા ઘરે બોલાવી હતી. ભાવના તેના ઘરે જતાં પ્રવિણે તેને ઢોરમાર માર્યો હતો. અા પછી હતાશ થયેલી ભાવનાએ ૨૦ જેટલી ઉંઘની ગોળીઓ ખાઈ અાપઘાતનો પ્રયાસ કરતા તેને હાલ મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવી છે. અા અંગે યુવતીની ફરિયાદના અાધારે બાવલુ પોલીસે પ્રવિણ સેનમા વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તજવીજ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like