Categories: Business Trending

Stock Market : ફાર્મા અને ઓટો શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૧૬ પોઇન્ટના ઘટાડે ૩૬,૫૨૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૫ પોઇન્ટના ઘટાડે ૧૧,૦૦૩ની સપાટીએ ખૂલી હતી. બેન્ક નિફ્ટીમાં નેગેટિવ ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે બેન્ક નિફ્ટી ૯૨ પોઇન્ટના ઘટાડે ૨૬,૮૪૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. શુક્રવારે જાહેર થયેલા પરિણામ બાદ આજે શરૂઆતે ઈન્ફોસિસ પાંચ ટકા ઊછળ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ પ્રેશર નોંધાયું હતું, જ્યારે ફાર્મા અને ઓટોમોબાઇલ સેક્ટરના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. શરૂઆતે ડો.રેડ્ડીઝ કંપનીના શેરમાં સાત ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. ઓટો સેક્ટરની અગ્રણી કંપની ટાટા મોટર્સમાં ૨.૩૧ ટકાનો ઘટાડો નોંધાઇ આજે શરૂઆતે આ શેર ૨૫૭ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો હતો.

એચપીસીએલ અને બીપીસીએલ કંપનીના શેરમાં પણ અનુક્રમે ૧.૯૨ અને ૧.૬૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જોકે રિલાયન્સમાં આજે પણ આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. આ કંપનીના શેરમાં ૦.૭૨ ટકાનો સુધારો નોંધાઇ ૧,૧૦૭ની સપાટીએ આજે શરૂઆતે ટ્રેડિંગમાં જોવા મળી હતી.

હિંદુસ્તાન યુનિલિવર, એચડીએફસી, એશિયન પેઇન્ટ અને વિપ્રો કંપનીના શેરમાં ૦.૬૦ ટકાથી ૧.૨૪ ટકા સુધીનો સુધારો જોવાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જે રીતે પાછલા સપ્તાહે ઉછાળો જોવા મળ્યો છે એ જોતાં એશિયાઇ બજારોમાં જોવા મળેલા નેગેટિવ ટ્રેન્ડના પગલે સ્થાનિક બજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી હતી.

ફાર્મા શેરની તબિયત લથડી
ડો. રેડ્ડીઝ લેબ્સ ૮.૭૯ ટકા
સન ફાર્મા ૨.૧૦ ટકા
લ્યુપિન ૧.૮૦ ટકા

ઓટો શેરમાં પ્રોફિટ બુકિંગ
ટાટા મોટર્સ – ૧.૧૪ ટકા
મારુતિ સુઝુકી – ૦.૦૫ ટકા
આઈશર મોટર – ૧.૫૦ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા – ૦.૦૪ ટકા

divyesh

Recent Posts

મહિલાના ઘરમાં શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપીને હુમલો કરનાર યુવક ઝડપાયો

અમદાવાદ: નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેની સાથે શારી‌િરક સંબંધ બાંધવાની માગણી કરીને હુમલો કરવાના ચકચારી કિસ્સામાં…

7 mins ago

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

16 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

18 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

24 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

33 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

39 mins ago