પ્રો કબડ્ડી લીગઃ ૧૪૪ ખેલાડીમાંથી ૧૦૫ હરિયાણાના

રોહતકઃ કબડ્ડીનો જન્મ તામિલનાડુમાં થયો હતો. બાંગ્લાદેશમાં કબડ્ડીને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળ્યો છે, આ રમતમાં જલવો તો હરિયાણાના ખેલાડીઓનો જ છે. પ્રો કબડ્ડીમાં ટીમોની સ્થિતિ જોઈને તો એવું જ લાગી રહ્યું છે. ૨૮ જુલાઈથી શરૂ થઈ રહેલી લીગની પાંચમી સિઝનમાં રમનારી ટીમોમાંથી એવી કોઈ ટીમ નથી, જેમાં હરિયાણાનો ખેલાડી ના હોય.
પ્રો કબડ્ડી સિઝન પાંચમા કુલ ૧૨ ટીમના ૧૪૪ ખેલાડીઓમાંથી ૧૦૫ ખેલાડી હરિયાણાના છે એટલું જ નહીં, હરિયાણાના ૧૨ ખેલાડી એવા છે, જેને રૂ. ૫૦ લાખ કે તેથી વધુ રકમે ખરીદવામાં આવ્યા છે. સૌથી વધુ કિંમત રોહતકના ચમારિયા ગામના દીપક નિવાસ હુડ્ડાની છે, જેને પુનેરી પલટને રૂ. ૭૨ લાખમાં ખરીદ્યો છે.

દબંગ દિલ્હીના કેપ્ટન તરીકે ઈરાનનો મિરાજ શેખ
ઈરાનના સ્ટાર ઓલરાઉન્ડર મિરાજ શેખ પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની પાંચમી સિઝન માટે દબંગ દિલ્હીનો કેપ્ટન હશે. દબંગ દિલ્હીએ ગઈ કાલે આ અંગેની જાહેરાત કરી હતી. આ સિઝનમાં દબંગ દિલ્હી ૨૯ જુલાઈએ જયપુક પિન્ક પેન્થર્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. પોતાની અને ટીમની રણનીતિઓ અંગે મિરાજે કહ્યું, ”ટીમ મજબૂત લાગી રહી છે અને અમારી પાસે આ લાંબી સિઝનમાં અંત સુધી જળવાઈ રહેવા માટે યુવા અને ફિટ ખેલાડીઓ છે. ડિફેન્સ, અટેક અને ઓલરાઉન્ડ ફોર્મમાં અમારી પાસે કુશળ અને અનુભવી ખેલાડી છે.”
http://sambhaavnews.com/

You might also like