ક્યાં કારણોસર પ્રિયંકાને ઘણા વર્ષો સુધી બેસવું પડ્યુ હતુ ઘરે….

પ્રિયંકા ચોપડા હમણા પોતાના લવ ઈન્ટ્રેસ્ટને લઈ ચર્ચામાં છે. કહેવાય છે કે તેનાથી 10 વર્ષ નાના અમેરિકન એક્ટર અને સિંગર નિક જોનસને ડેટ કરી રહી છે. આ ઉપરાંત પ્રિયંકા 2 વર્ષ બાદ ફિલ્મ ‘ભારત’થી બોલીવુડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા, સલમાન ખાન સાથે નજર આવશે.

પ્રિયંકાએ સની દેઓલ અને પ્રીતિ જિંટાની ફિલ્મ ‘હીરો’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તે સેકંડ લીડ હતી. હવે પ્રિયંકા ઈન્ટરનેશનલ સ્ટાર બની ચુકી છે. પોતાના ટેલેન્ટના દમ પર તેણે આ મુકામ હાંસલ કર્યુ છે. પણ ડેબ્યુ ફિલ્મ પહેલા પ્રિયંકા પાસેથી ઘણી ઓફરો નિકળી ગઈ હતી. જેનો તેને ઘણો અફસોસ છે.

થોડા સમય પહેલા પ્રિયંકાની બાયોગ્રાફી સામે આવી હતી. જેને જાણીતા જર્નાલિસ્ટ દ્વારા લખવામાં આવી હતી. તે બુકનું નામ ‘પ્રિયંકા ચોપડાઃ ઘ ડાર્ક હોર્સ’ છે. બુકમાં પ્રિયંકાના કરિયરની જર્ની વિશે જણાવવામાં આવ્યુ છે. સૌથી પહેલા પ્રિયંકાને વિજય ગલાનીની એક ફિલ્મ ઓફર થઈ હતી. તે ફિલ્મનું નામ નક્કી નહોતુ.

આ ફિલ્મને મહેશ માંજરેકર ડાયરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મમાં પ્રિયંકા સાથે બોબી દેઓલને લેવામાં આવ્યા હતા. ફિલ્મની શૂટિંગના પહેલા દિવસેજ ગલાની પ્રિયંકા ચોપડાને મળવા તેમના મેકઅપવેનમાં પહોંચ્યા હતા. આ સમયે પ્રિયંકાના મેનેજર પ્રકાશ જાજુ પણ હાજર હતા.

પ્રિયંકાની બુકમાં વિજય ગલાનીએ જણાવ્યુ હતુ કે, ‘થોડા સમય પહેલાજ પ્રિયંકાએ લંડનમાં નેઝલ સર્જરી કરાઈ હતી. તેના કારણે તેની નાક કઈક અલગ દેખાઈ રહી હતી. ગલાનીને પોતાની આખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ફિલ્મની થોડી શૂટીંગ થઈ ચુકી હતી. ત્યાર બાદ લંડનમાં શૂટિંગનું લોન્ગ શેડ્યૂલ હતો.’

તેમણે કહ્યુ કે જે અભિનેત્રીનું નાક ઠીક ન લાગી રહ્યુ હોય, તેની સાથે કેવી રીતે શુટિંગ શરૂ કરી શકીએ. પ્રિયંકાને વિશ્વાસ હતો કે તેની નાક એક મહિનામાં ઠીક થઈ જશે. એક મહિનો વિતી ગયા બાદ પણ નાકની મુશ્કેલી એવી જ હતી. આ ઉપરાંત બોબી દેઓલ પણ પ્રિયંકાના લુકના કારણે અનકંફર્ટેબલ હતા.

બોબીએ તો પૈસા પણ પાછા આપવાનું મન બનાવી લીધુ હતુ. મહેશ માજરેકરની ફિલ્મો પણ તે દરમ્યાન ફ્લોપ જઈ રહી હતી. તેમની માર્કેટ વેલ્યુ પણ ન હતી. એવામાં એક વધુ ફિલ્મ વચ્ચે જ રોકાઈ ગઈ. પોતાના નાકને કારણે પ્રિયંકાના હાથમાંથી લગભગ 8 જેટલી ફિલ્મો નિકળી ગઈ હતી.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago