ખાનગી બસ-કારના ભાડામાં સીધો 10થી 30 ટકાનો વધારો

અમદાવાદ: સરકારે દિવાળી વેકેશન ટૂંકાવ્યા બાદ અનેક લોકોએ એડવાન્સમાં દિવાળી વેકેશન માટે પ્લાન કરેલી ટૂર ડિસ્ટર્બ થઈ છે. તેથી આ વર્ષે પેકેજ ટૂર ઓપરેટરો પાસે દિવાળી વેકેશનમાં ફરવાના બુકિંગમાં ઘટાડો થયો છે. વેકેશન નાનું થતાં લોકો હવે ચારથી પાંચ દિવસના ટૂર પ્લાનિંગ તરફ વળ્યા છે.

ઓછા દિવસ માટે બહારગામ ફરવા જવા માગતા લોકો મોટા ભાગે ખાનગી બસો કે ખાનગી કારનો ઉપયોગ કરે છે પણ ડીઝલના ભાવવધારાના કારણે ભાડા પણ અત્યંત મોંદ્યા થઈ જતાં આ વખતે ખાનગી બસોના ભાડામાં ૧૦ થી ૧૫ ટકા, ખાનગી કારના ભાડામાં ૩૦ ટકા અને પેકેજ ટૂરના ભાવમાં ૧૦ ટકાનો વધારો ઝિંકવામાં આવ્યો છે.

આથી પ્રજા માટે દિવાળી પર પ્રવાસ કરવો અત્યંત મોંદ્યો બન્યો છે. ગત વર્ષે ટેમ્પો ટ્રાવેલના ભાવ રૂ.૧૭ થી ૨૦ હતા તે રૂ.૨૨ થી ૨૫, લકઝરી બસમાં રૂ.૨૮ થી ૩૦ હતા તે રૂ.૩૨ થી ૩૫, એસી બસમાં રૂ.૪૦ થી ૪૫ છે. ઈનોવા કાર રૂ.૧૧ અને ૧૨ હતા તેમાં રૂ.ર થી ૩નો વધારો કર્યો છે.

અમદાવાદથી રાજકોટ વોલ્વોનું ભાડું રૂ.૪૫૦માંથી રૂ.૫૦૦, સુરતનું રૂ.૪૦૦માંથી રૂ.૪૫૦, મુંબઈના રૂ.૬૦૦માંથી રૂ.૬૫૦, જયપુરના રૂ.૭૦૦માંથી રૂ.૮૦૦ થઈ ગયા છે. જે ૧પ ટકા વધારા સાથેના છે. કોઈ પણ સ્થળે ખાનગી લકઝરી બસમાં જવા માટે મુસાફરે રૂપિયા ૪૦ થી ૧૦૦નો વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

You might also like