PM નો દેશને નામ સંદેશ માત્ર મોદી દર્શન: લાલૂ પ્રસાદ

નવી દિલ્હી: નોટબંધીના 50 દિવસ પૂરા થવા પર પ્રધાનમંત્રી મોદીએ દેશના નામ સંદેશ પર આરજેડીના વડા લાલુ પ્રસાદએ કહ્યું કે આ સંદેશ મોદી દર્શનથી વધારે કંઇ નથી. લાલૂએ કહ્યું કે લોકોને ખૂબ આશા હતી કે પ્રધાનમંત્રી આ ભાષણમાં બધાને જણાવશે કે એમના આ અભિયાનથી દેશને કેટલું નાણું પ્રાપ્ત થયું છે અને કેટલી ખોટી નોટો પકડાઇ છે. પરંતુ તેમણે આ સંદેશને બજેટનું ભાષણ બનાવી દીધું.

લાલૂએ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા ક્યારે પાટા પર આવશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ નોટબંધી બાદ કાળાનાણાં પ્રાપ્ત થયાની માહિતી પણ આપી નથી. એમણે કહ્યું કે લાખો લોકોએ લાઇનમાં ઊભા રહીને પોતાના રૂપિયા બેંકમાં જમા કરાવી દીધા. અને એ દરમિયાન 100 થી વધારે લોકો મૃત્યુ પામ્યા. નોટબંધીના કારણે મજૂરોને કામ મળતું બંધ થઇ ગયું તેઓ એમના ઘરે પરત ફરી ગયા.

લાલૂએ પીએમ પર આરોપ લગાવતાં કહ્યું કે ચૂંટણી સમયે કરવામાં આવેલી જાહેરાતોથી લોકોને ડાયવર્ટ કરી રહ્યા છે. મધ્યમ અને નાના ખેડૂતો માટે નાબાર્ડથી દેવાની સીમાને વધારવા માટે અને ખેડૂતોને સસ્તા દરે ઋણ આપવાની જે જાહેરાત કરવામાં આવી છે તે ખોટી જાહેરાતો છે. ભારક કૃષિ પ્રધાન દેશ છે. લોકોને આશા હતી કે ખેડૂતોનું દેવું માફ કરવા જેવી યોજનાઓ શરૂ કરવામાં આવે પરંતુ એવું કંઇ નથી.

લાલૂ પ્રસાદે કહ્યું કે પીએમ મોદી સ્વિસ બેંક માટે કંઇ બોલ્યા નહીં. દરેક ખાતામાં આપવામાં આવેલા 15 15 લાખ રૂપિયા પર પણ તેઓ કંઇ બોલ્યા નહીં. લાલૂએ પીએમ મોદીને બેંકના રૂપિયા લઇને વિદેશ ભાગનાર લોકોને લઇને પણ પ્રશ્નો પૂછ્યા. તેમણે પીએમને પૂછ્યું કે તે એમની પાસેથી કેવી રીતે દેવું વસૂલશે. લોકોને આશા હતી કે નોટબંધીથી થયેલી પરેશાનીઓ પર પ્રધાનમંત્રી પશ્વાતાપ કરશે પરંતુ એનાથી વિરોધી એમના ભાષણમાં ઉપદેશ આપતાં જોવા મળ્યા. એની જગ્યાએ એમને જણાવવા જેવું હતું કે દેશની અર્થવ્યવસ્થા ક્યારે સુધરશે. ક્યાં સુધી પહેલા જેવી પરિસ્થિતિઓ થશે.

You might also like