PM મોદીના બહેન શરબતી દેવીનું ધનબાદમાં નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન શરબતી દેવીનું શનિવારે નિધન થયું છે. વડાપ્રધાન મોદીને રાખડી બાંધતા શરબતી દેવી ઝારખંડના ધનબાદમાં રહેતા હતા. ગયા વર્ષે વડાપ્રધાન કાર્યાલયમાં બોલાવીને મોદીએ રાખડી બંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 103 વર્ષીય વિધવા શરબતી દેવીને પોતાના નિવાસસ્થાન પર બોલાવી રાખડી બંધાવી હતી. તે સમયે PMOના પેજ પરથી તેમણે ફોટા અને પોસ્ટ પણ કરી હતી.

શરબતી દેવીએ 50 વર્ષ પહેલા પોતાના ભાઈને ગુમાવ્યા હતા. આ અંગે તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખી જણાવ્યું હતું. વડાપ્રધાને તેમને ચિઠ્ઠી વાંચીને આમંત્રણ આપ્યું હતું અને રાખડી પણ બંધાવડાવી હતી.

ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન નિમિત્તે રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધીના લોકો બાળકો પાસે રાખડી બંધાવે છે, પરંતુ ગયા વર્ષે વડાપ્રધાને શરબતી દેવી પાસે રાખડી બંધાવી હતી.

You might also like