Categories: Gujarat

PM મોદી પહોંચ્યા કંડલા, રૂપાણીએ કર્યું સ્વાગત

ભુજ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે ભૂજ આવી પહોંચ્યા છે. પીએમ મોદીના ભુજમાં આગમનને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં સીએમ વિજય રૂપાણીએ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં સીએમ વિજય રૂપાણીએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીની એક ઝલક જોવા માટે રસ્તા પર ભારે ભીડ જોવા મળી હતી.

પીએમ મોદી કંડલાથી સભા સ્થળે પહોંચી ગયા છે. નીતિન ગડકરીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.

નીતિન ગડકરીનું સ્વાગત સંબોધન

– દેશના સૌથી પ્રગતિશીલ બંદર પર Pm પહોંચ્યા
– 7500 કિમી દરિયાના વિકાસથી દેશનો વિકાસ
-267 મિલિયન ટનની કેપેસિટી વધારાઇ
– કોર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધી
– સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કામ થઇ રહ્યું છે.
– પ્રાઇવેટ પોર્ટ કરતાં પણ ક્ષમતા વધી છે.
– પોર્ટની સાથે સ્માર્ટસિટીનું પીએમનું સ્વપનું
-267 મિલિયનની કેપેસિટી વધારાઇ
– 50 હજાર લોકોને સીધી રીતે રોજગાર મળશે
– વર્કર માટે ટ્રેનિંગ સુવિધા કરાશે
– માછીમારોનું જીવન બદલવાની યોજના
– ટૂંક સમયમાં બ્રિજના કામની શરૂઆત થશે.
– વેરાવળ અને માંગરોળમાં ફિશિંગ પોર્ટ બનશે
– પીએમની નીતિ ગરીબલક્ષી
– બેટ દ્વારકા અને દ્વારકા વચ્ચેના બ્રિજની ડિઝાઇન તૈયાર
– દેશના 5 કરોડ યુવાનોને રોજગાર આપવામાં આવશે
– 109 નદીઓને એક સાથે કરવાનું કામ શરૂ કરાયું
– 50 વર્ષમાં ના થયું એ 3 વર્ષમાં કરીને બતાવ્યું
– વિદેશી પર્યટકોને આકર્ષવા પગલાં લેવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન
– પીમના સૂત્રને સાકાર કરતાં કંડલામાં વિકાસનો શુભારંભ
– ગુજરાત સરકાર તરફથી કંડલા પોર્ટ ટ્રસ્ટને અભિનંદન
– કંડલા દેશનો જ નહીં વિશ્વનો ચમકતો તારો છે
– ગુજરાતનો સમુદ્ર માર્ગ દેશનો પ્રવેશદ્વાર
– ગુજરાત અને સમુદ્ર વચ્ચે અનોખો સંબંધ
– આફ્રિકા-મિડલ ઇસ્ટથી ગુજરાતને વર્ષો જૂનો સંંબંધ છે
– કંડલા પોર્ટ ટ્રસ્ટ ગુજરાતીઓની શાન બનશે

ભાજપ દ્વારા રોડ શો યોજાયો. જેમાં યુવાઓએ મોદી મોદીના નારા લગાવ્યા.

PM મોદી  ભચાઉના લોધેશ્વરમાં નર્મદા નીરના અવતરણને વધાવતાં પૂર્વે 1 કલાક માટે કંડલા ખાતે રોકાશે. જ્યાં 966 કરોડના ખર્ચે આકાર પામેલાં અને પામનારાં વિવિધ પ્રોજેક્ટને લોન્ચ કરશે.  કંડલા પોર્ટ ટ્રસ્ટના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, શિલાન્યાસ કરશે.પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીધામ ખાતે જાહેરસભા અને બાદમાં ભચાઉ ખાતે નર્મદા પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ અને લોધેશ્વર ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય શીપિંગ રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા અને પી.રાધાક્રિષ્ન સહિત હાજર રહેશે.

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

12 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

12 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

13 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

13 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

13 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

13 hours ago