VIDEO: જ્યારે ચીનમાં PM મોદી માટે વગાડવામાં આવ્યુ, ”તુ…તુ હૈ વહી દિલને જીસે અપના કહા…!”

ચીનના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ શી જિનપિંગે વુહાનમાં પ્રોટોકોલ તોડીને પરંપરાગત રીતે સ્વાગત કર્યું. સ્વાગત સમારોહ બાદ પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગે ઔપચારિક વાર્તા કરી અને શિખર સંમેલનમાં ભાગ લીધો. શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ શી જિનપિંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચીની પરંપરાઓથી અવગત કરાવ્યાં. પહેલા તેમણે ઢોલ અને ઘંટીઓ બતાવી અને ત્યારબાદ ચીની કલાકારો દ્વારા એક ખાસ પ્રસ્તુતિ રજુ કરાઈ. આ ખાસ પ્રસ્તુતિમનાં ચીની કલાકારોએ વાજિંત્રો પર 1982નું બોલિવૂડનું ફેમસ સોંગ ”તૂ તૂ હૈ વહી દિલને જીસે અપના કહા… ”વગાડ્યું.

પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર દેખાઇ ખુશી:

ચીની કલાકારોની આ પ્રસ્તુતિ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનના ચહેરા પર પ્રકારની ખુશી જોવા મળી હતી. ન્યૂઝ એજન્સી ANIએ જારી કરેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે ચીની કલાકારો શી શી જિંગપિંગ અને પ્રધાનમંત્રી મોદી સામે પ્રસ્તુતિ કરી રહ્યાં હતાં ત્યારે બંને નેતાઓ મુસ્કુરાઈ રહ્યાં હતાં.

જિનપિંગે મુલાકાતને બતાવી પવિત્ર:

પ્રધાનમંત્રી મોદીના ચીની પ્રવાસના પહેલા દિવસ શિખર સંમેલનને સંબોધિત કરતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેને ખાસ ગણાવી. તેમણે કહ્યું કે ”આ વસંતનો અવસર છે અને આ ઋતુમાં જે પણ સંબંધો બને છે તે પવિત્ર ગણાય છે.”

PM મોદીએ આપી ખાસ ભેટ:

ચીનના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શી જિંનપિંગને એક ખાસ ભેટ આપી. મળતી માહિતી મુજબ પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને એક પ્રસિદ્ધ ચીની કલાકારની બે કલાકૃતિઓની પ્રતિલિપીઓ ભેટ આપી. કલાકારે આ કૃતિઓ પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિદ્યાલયમાં પોતાના 1939-40ના રોકાણ દરમિયાન બનાવી હતી.

You might also like